સરકાર માની જશે તો અડધી કિંમત પર મળશે પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર, ઇન્ડસ્ટ્રીએ 50% સબસિડીની માગ કરી
આ મુદ્દે વિસ્તારથી જણાવતા ગિલે કહ્યું કે, 40,000 રૂપિયાની નિશ્ચિત રકમથી એ સુનિશ્ચિત થશે કે ઉત્પાદક પોતાનું માર્જિન વધારવા માટે સબસિડીનો લાભ ન લે. હાલમાં બજારમાં જે ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે તેમાં પાવર ક્ષમતા વધારે નથી અને તેને થોડા સમય પછી ચાર્જ કરવાની જરૂરત પડે છે, પરંતુ લીથિયર બેટરીવાળા ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે એવી સમસ્યા નથી અને આ બેટરીને કારણે પાવર ક્ષમતામાં વધારો થાય છે સાથે જ વારંવાર ચાર્જ કરવાની જરૂરત પણ નથી રહેતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસએમઈવીના ડાયરેક્ટર સોહિન્દર ગિરે કહ્યું કે, અમે નીતિ આયોગને એવી નીતિ બનાવવા વિનંદી કરી છે જેથી સરકાર એ તમામ ઉત્પાદકતો માટે એક વર્ષનું ઇન્સેન્ટિવ 2018 લાગુ કરી શકે જે પૂરી રીતે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ સીએમવીઆર પ્રમાણિત તતા બીએસઆઈ પ્રમાણિત લીથિયમ બેટરી યુક્ત ઈ-સ્કૂટર દેશમાં કોઈપણ જગ્યાએ 40,000 રૂપિયામાં વેચી શકે. તેમણે કહ્યું કે, સરકાર તેનાથી સીધા જ ઉત્પાદકોને 40,000 રૂપિયાની સબસિડી આપી શકે છે જે હાલમાં 22,000 રૂપિયા છે.
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓએ નીતિ આયોગ પાસે દરેક ઈ-સ્ટૂર પર 40,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ આપવાની માટે નીતિ તૈયાર કરવા આગ્રહ કર્યો છે જેથી લીથિયમ બેટરીયુક્ત આવા વાહનનોની ખરીદીમાં ઉછાળો આવે. સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (SMEY)એ નીતિ આયોગને લખેલ પત્રમાં કહ્યું કે, પ્રોદ્યોગિકી રીતે શ્રેષ્ઠ લિથિયમ બેટરી યુક્ત સ્કૂટરનો ખર્ચ હાલમાં અંદાજે 80,000 રૂપિયા છે અને તેનું વેચાણ વધારવા માટે આવા ટૂવ્હીલર વાહનોના પ્રોડક્શન ખર્ચમાં ઘટાડો લાવવો જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -