સ્નેપડીલ-ફ્લિપકાર્ટની વચ્ચે નહીં મર્જર, કર્મચારીઓની છટણીની સાથે બનાવી નવી રણનીતિ
સ્નેપડીલમાં સૌથી વધુ રોકાણ ધરાવતી સોફ્ટબેન્કે સક્રિય ધોરણે વેચાણ માટેની મધ્યસ્થી કરી હતી. સ્નેપડીલના આ નિર્ણય અંગે સોફ્ટબેન્કે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમે તેમના નિર્ણયને આવકારીએ છીએ. અમે સ્નેપડીલ 2.0ના પરિણામોની રાહ જોઈશું અને ભારતીય ઈ-કોમર્સ ક્ષેત્રે રોકાણ જાળવી રાખીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ જણાવ્યું હતું કે તેણે નવી અને અનિવાર્ય દિશા- સ્નેપડીલ 2.0માં આગળ વધવાની શરૂઆત કરી છે અને તેના અમલ દ્વારા ચાલુ મહિને કુલ નફો હાંસલ કરવા સજ્જ છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીક બિન મહત્વની અસ્ક્યામતોના વેચાણની મદદથી સ્નેપડીલ સ્વનિર્ભર બની જશે તેવી અપેક્ષા છે.
સ્નેપડીલ અંદાજે 90-95 કરોડ ડોલર(આશરે રૂપિયા 6,000 કરોડ)માં તેનો કારોબાર વેચવા ફ્લિપકાર્ટ સાથે વાટાઘાટો કરી રહી હતી. એક ઈમેલ સ્ટેટમેન્ટમાં સ્નેપડીલના પ્રવક્તાએ ફ્લિપકાર્ટના નામનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે સ્નેપડીલ છેલ્લાં કેટલાંક મહિનાઓથી વ્યૂહાત્મક વિકલ્પો ચકાસી રહી છે. જોકે હવે કંપનીએ સ્વતંત્ર ધોરણે કામગીરી આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હોઈ તે તમામ વાટાઘાટો રદ્ કરે છે.
નવી દિલ્હીઃ સ્નેપડીલ-ફ્લિપકાર્ટની વચ્ચે હવે કોઈ ડીલ નહીં થાય. બન્ને કંપનીઓની વચ્ચે છ મહિનાથી ચાલી રહેલ મર્જરની ડીલની વાતચીત આજે કોઈપણ પરિણામ સુધી આવતા પહેલા જ બંધ થઈ ગઈ. સ્નેપડીલે કહ્યું કે, તે સ્વતંત્ર રીતે આગળ વધશે. સ્નેપડીલે બજારમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એક નવી રણનીતિ પણ બનાવી છે. ઉપરાંત તેણે પોતાનો ખર્ચ ઘટાડવા માટે 80 ટકા કર્મચારીઓને નોકરીમાંથી હટાવવાની પણ યોજના બનાવી છે.
ઉલ્લેખનીય છે કે સ્નેપડીલે તાજેતરમાં જ પોતાનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફ્રીચાર્જ રૂપિયા 385 કરોડમાં એક્સિસ બેન્કને વેચવાનો નિર્ણય કર્યો છે. ફ્લિપકાર્ટ અને એમેઝોનને કારણે સર્જાયેલા ગળાકાપ સ્પર્ધાના માહોલને કરાણે ભારતીય ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની સ્નેપડીલની સ્થિતિ છેલ્લાં કેટલાંક સમયથી નબળી પડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -