ડેબિટ કાર્ડ ધારકોને RBI આપી મોટી રાહત, જાણો ટ્રાન્ઝેક્શન ચાર્જમાં શું કર્યા ફેરફાર
નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જમાં બુધવારે ફેરફાર કર્યા છે. તે અંતર્ગત હવે કાર્ડથી લેવડ દેવડ કરવા પર અલગ અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ MDR નક્કી કરવામાં આવ્યા છે. આરબીઆઈના નોટિફિકેશન અનુસાર 20 લાખ રૂપિયા સુધીના વાર્ષિક કારોબારવાળા નાના મર્ચન્ટ માટે MDR ચાર્જમાં 0.40 ટકા કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા 200 રૂપિયા રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા પીઓએસ દ્વારા લેવડ દેવડ પર લાગુ પડશે.
MDR બેન્ડ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મર્ચન્ટ એટલે કે વ્યાપારિક એકમ પર લાગે છે. તેના અંતર્ગત કેન્દ્રિય બેન્કના કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારનારા વેપારી એકમોના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે ચાર્જના દરોમાં ફેરફાર કર્યો છે. તેનું એક લક્ષ્ય બેન્કોની રોકડ રહિત અથવા ઓછી રોકડ વાળી પ્રણાલીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.
તો QR કોડ આધારિત લેણદેણમાં ચુકવણી સ્વીકારવા પર ચાર્જ 0.30 ટકા રહેશે અને તેમાં પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 200 રૂપિયાના ચાર્જની સીમા નક્કી છે. જો કોઈ વેપારીનો વાર્ષિક કારોબાર 20 લાખ રૂપિયાથી વધારે છે તો MDR 0.90 ટકા હશે. અને તેમાં પ્રત્યેક લેણદેણ પર 1,000 રૂપિયાનો ચાર્જ હશે. તેમાં QR કોડ દ્વારા લેવડ દેવડ પર ચાર્જ 0.80 અને મહત્તમ ચાર્જની રકમ 1000 રૂપિયા રહેશે.
મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) તે કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્ઝેક્શન સેવા માટે દુકાનદાર બેન્કને આપે છે. પોઈન્ટ ઓફ સેલ મશીન બેન્ક દ્વારા લગાવવામાં આવે છે. 2012થી ભારતીય રિઝર્વ બેન્કે 2,000 રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 0.75% MDR નક્કી કરી રાખી છે. જ્યારે 2,000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર 1% MDR લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બેન્ક દ્વારા MDR તરીકે કમાણી કરેલી રકમમાંથી કાર્ડ દ્વારા બેન્ક અને કેટલોક હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા વીઝા, માસ્ટરકાર્ડ અથવા NPCIને આપવામાં આવે છે. આ ચાર્જના કારણે જ દુકાનદાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાય છે.