SBIએ હવે આ સેવા માટે વધાર્યા ચાર્જ, ચેક બુક અને લોકર માટે પણ આપવા પડશે વધારે રૂપિયા
માની લો કે કોઇ વ્યક્તિ 3 લાખ રૂપિયાની એફડી 2 વર્ષ માટે બેન્કમાં કરાવે છે તેની પર તેને 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. કોઇ જરૂરીયાત પડે અને તેને આ રકમ બે વર્ષ પહેલા ઉપાડવી હોય તો 0.50 ટકા પેનલ્ટી લાગશે. એટલે કે 6.5 ટકાના બદલે 6 ટકા વ્યાજ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઇ દ્ધારા તૈયાર કરવામાં આવેલા નિયમ અનુસાર જો કોઇ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધીની એફડી કરાવે છે, તો તેને એફડી મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 0.50 ટકા પેનલ્ટી આપવી પડશે. અત્યાર સુધી તે 1 ટકા હતી. આ જ રીતે 5 લાખથી વધુ અને એક કરોડથી ઓછી એફડી પર એક ટકા પેનલ્ટી સમય પહેલા બ્રેક કરવી પડશે. બેન્કના નવા નિયમ નવી એફડી અને તેના રિન્યુઅલ પર લાગુ થશે.
નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ખાતાધારકોને એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર વદારે ચાર્જ તો વસૂલવાનું શરૂ કરી દીધું છે. પરંતુ સાથે સાથે બેંક હવે ગ્રાહકોને ચેક બુક અને લોકર માટે પણ વધારે ચાર્જ કરશે. તેમાં સ્ટેટ બેંકની સાથે હાલમાં જ મર્જર થયેલ છ બેંકોના ગ્રાહકો પણ સામેલ છે. SBIની જુદી જુદી સેવાઓ માટે ચાર્જ વધારવાના નિર્ણય બાદ અન્ય બેંક પણ આમ કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના કારણે દેશભરમાં ગ્રાહકો પ્રભાવિત થશે.
સ્ટેટ બેંકે લોકર ભાડામાં વધારો કર્યો છે. સાથે જ એક વર્ષમાં લોકરનો ઉપયોગ કરવાની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે. 12 વખત ઉપયોગ કર્યા બાદ ગ્રાહકોએ 100 રૂપિયાની સાથે સર્વિસ ટેક્સ પણ આપવો પડશે. ચેક બુક મામલે ચાલુ ખાતાધારકોને એક નાણાંકીય વર્ષમાં 50 ચેક ફ્રીમાં મળશે. ત્યાર બાદ તેન પ્રતિ ચેક 3 રૂપિયા આપવા પડશે. આ રીતે 25 પાનાની ચેકબુક માટે 75 રૂપિયા ઉપરાંત સર્વિસ ટેક્સ આપવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -