મુંબઈમાં 5G ટેક્નોલોજીવાળી OFC બિછાવવા માટે વાતચીત કરી રહી છે સ્ટલાઈટ ટેક
નવી દિલ્હીઃ ઘરેલુ બ્રોડબેન્ડ ઉપકરણ બનાવતી કંપની સ્ટરલાઈટ ટેક મુંબઈમાં 5જી ટેક્નોલોજી સક્ષમ ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) બિછાવવા માટે પ્રમુખ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સાથે વાતચીત કરી રહી છે. કંપનીના સીઈઓ આનંદ અગ્રવાલે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ જાણકારી આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં આ પ્રકારની ઓએફસીનો પ્રથમ વખત ઉપયોગ થશે. આ 5જી ટેક્નોલોજીમાં સક્ષમ હશે. કંપનીએ 1100 ફાઈબરવાળી 5દી માચે તૈયાર ઓએફએસ અહીં રજૂ કરી. અગ્રવાલે કહ્યું કે, કંપની 5જી ઓએફસીની અવધારાણા પર બોસ્ટન અને દુબઈમાં કામ કરી ચૂકી છે અને ત્યાં તેને બિછાવવાનું કામ થઈ રહ્યું છે. ભારતમાં તેને લઈને ઇન્ટરનેટ પ્રોવાઈડરો સાથે વાતચીત થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ ઓએફસીની ડિઝાઈન, વિકાસ અને નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, હાલમાં અમે 50 ઓપ્ટિકલ ફાઈબરવાળી કેબલ બિછાવીએ છીએ. અમે 864 ઓપ્ટિકલ ફાઈબરવાળી કેબલ બિછાવવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈરો સાથે વાતચીત કરી રહ્યા છીએ જેની ક્ષમતા હાલના કેબલ કરતાં 17 ગણી વધારે હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -