વિજય માલ્યાને 10 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં હાજર થવાનું ફરમાન, અવમાનનામાં દોષી
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે માલ્યાને પૂછયુ હતું કે તમે જે કોર્ટને પોતાની સંપતિ વિશે જાણકારી આપી હતી તે સાચી છે કે કેમ. તમે કર્ણાટક હાઈકોર્ટના આદેશનું ઉલ્લંધન તો કર્યું નથીને. કારણ કે કર્ણાટક હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે માલ્યા કોર્ટની પરવાનગી સિવાય કોઈ પણ ટ્રાન્ઝેકશન કરી શકશે નહિ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બેંકોને 9000 કરોડ રૂપિયામાં ફૂલેકું ફેરવનાર વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટા ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે માલ્યાને અવમાનનામાં દોષી ગણાવ્યા છે અને 10 જુલાઈએ હાજર થવા કહ્યું છે. માલ્યાની વિરૂદ્ધ બેંકોએ સંપત્તિની સાચી વિગતો ન આપવાની ફરિયાદ કરી હતી. હવે 10 જુલાઈએ માલ્યાનો પક્ષ જાણ્યા બાદ સુપ્રીમ કોર્ટે સજા સંભળાવશે.
9 એપ્રિલે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા દ્રારા કોર્ટનો આદેશ ન માનવાના કેસમાં અને ડિઅગો ડીલમાં માલ્યાને મળેલા 40 મિલિયન યુએસ ડોલરના કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. બેન્કોએ માંગ કરી છે કે 40 મિલિયન યુએસ ડોલર જે ડિઅગો ડીલમાંથી મળ્યાં હતા, તેને સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં જમા કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -