ઓસ્ટ્રેલિયામાં લોન્ચ થઈ નવી સ્વિફ્ટ, ભારતમાં 2018ની શરૂઆતમાં થઈ શકે છે રજૂ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારમાં અનેક નવા ફીચર્સ સામેલ કરવામાં આવશે જેમાં ટચસ્ક્રીન મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, એલઈડી ડીઆરએલ, એલઈડી ટેલલેમ્પ, પ્રોજેક્ટર હેડલેમ્પ, મલ્ટી-સ્પોક ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ સામેલ છે. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
મારુતિએ નવી સ્વિફ્ટની પ્રથમ ઝલક જાપાન અને જીનીવાના ઓટોશમાં બતાવી હતી. કંપની દ્વારા શોકેસ કરવામાં આવેલ મોડલને જ ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કર્યું છે. આ કાર ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. સ્વિફ્ટને એકદમ નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.
જ્યારે ઓટો એક્સપર્ટનું માનીએ તો ભારતમાં નવી સ્વિફ્ટ 5 સ્પીડ મેન્યુ્લ ટ્રાન્સમિશનનીસાથે 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે રજૂ કરવામાં આવી શકે છે. એ વાત પણ સામે આવી છે કે 2017ની સ્વિફ્ટમાં 1.2 લિટરનું વીવીટી પેટ્રોલ એન્જિમ મળી શકે છે. જ્યારે તેમાં 1.3 લિટરનો ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મળી શકે છે.
વિતેલા સપ્તાહે ઓસ્ટ્રેલિયામાં લોન્ચ થયેલ સ્વિફ્ટની કિંમત 15,990 ડોલરથી 22,990 ડોલર રાખવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં આ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની સાથે જ તેમાં સીવીટી ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો મારુતિની કારની હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ જ્યારે દેશની લોકપ્રિય કાર સ્વિફ્ટની વાત હોય ત્યારે ઉત્સુક્તા વધી જાય છે. નવી સ્વિફ્ટની ઝલક ચાલુ વર્ષની શરૂઆતમાં થયેલ ઓટો શોમાં જોવા મળી હતી. હવે સમાચાર આવ્યા છે કે નવી સ્વિફ્ટ આવતા વર્ષની શરૂાતમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. પરંતુ આ પહેલા ફેસલિફ્ટ સ્વિફ્ટને ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -