IN PICS: આજે નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ, જાણો આજ પછી ક્યા-ક્યા કામ નહીં થઈ શકે...
બીએસ થ્રી વાહનના વેચાણ અને રજિસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવતીકાલથી વેચાણ અને રજિસ્ટ્રેશન બન્ને થઈ જશે બંધ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિઓની ફ્રી સેવાનો આજે અંતિમ દિવસ છે, અથવા તો તમે 99 રૂપિયા આપીને પ્રાઈમ મેમ્બરશિપ લઈ શકો છો, અથવા સિમ સરન્ડર કરાવી દો.
સોનું વેચીને 20 હજાર રૂપિયા રોકડ મેળવવાનો આજે અંતિમ દિવસ છે, આવતીકાલથી આ મર્યાદા પ્રતિ દિવસની 10 હજાર થઈ જશે.
બેંકમાં કેવાઈસી અપડેટ કરવાનો પણ આજે અંતિમ દિવસ છે. કેવાઈસી અપડેટ ન થવા પર લેવડ દેવડ અને એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
2015-16 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાનો આજે અંતિમ દિવસ છે. રિટર્ન ફાઈલ કરવામાં ચૂક થશે તો પાંચ હજારની પેનલ્ટી લાગી શકે છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત બેનામી આવકનો ખુલાસો કરવાનો આજે અંતિમ દિવસ છે.
એનઆરઆઈ અને નોટબંધીનો સમયે વિદેશમાં રહેતા લોકો માટે રિઝર્વ બેંકમાં જૂની નોટ બદલવાનો આજે અંતિમ દિવસ.
આજે 31 માર્ચ છે એટલે કે નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ, લોકો સાથે જોડાયેલ એવી સેવાઓ છે જેના માટે આજે અંતિમ દિવસ છે. જાણો આજ પછી શું શું નહીં થઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -