તહેવારો દરમિયાન હવે રેલવે પ્રવાસ થશે મોંઘો, આ સીટ બુક કરાવવા પર ચૂકવવા પડશે વધારે રૂપિયા
રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી પહોંચાડનારી ટ્રેનો માટે મુસાફરોને ભાડામાં ઘટાડો મળી શકે છે. સમિતિના રેલવે બોર્ડના અધિકારી, નીતિ આયોગના સલાહકાર રવિન્દ્ર ગોયલ, એર ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશનક મીનાક્ષી મલિક, પ્રોફેસર એસ. શ્રીરામ અને લી મેરિડિયન દિલ્હીના રેવન્યૂ ડિરેક્ટરનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોનું કહેવું છે કે સ્પેશિયલ ટ્રેન અને ખાસ રૂટ પર ચાલતી ટ્રેનોના ભાડા વધી શકે છે. સમિતિને એવો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે તહેવારોની સીઝનમાં દરમિયાન ભાડા વધારવા જોઈએ.
સૂત્રોએ જણાવ્યું છે કે પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા પ્રણાલીની સમીક્ષા માટે નક્કી કરેલી સમિતિએ પ્રસ્તાવો આપ્યા છે કે રેલવેએ એરલાઈન્સ અને હોટેલોની જેમ ડાયનામિક મૂલ્ય મોડલ અપનાવવું જોઈએ. જે રીતે વિમાનમાં યાત્રીઓ આગળની લાઈનમાં સીટ મેળવવા માટે વધુ રકમ ચૂકવે છે તેવી જ રીતે ટ્રેનમાં પણ પોતાની પસંદગીની બર્થ માટે વધુ ભાડુ વસૂલવું જોઈએ.
નવી દિલ્હીઃ રેલવે પ્રવાસીઓને લોઅર બર્થનો વિકલ્પ પસંદ કરવા અથવા તહેવાર દરમિયાન પ્રવાસ માટે વધારે રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. રેલવેની ભાડા સમીક્ષા સમિતિએ આ ભલામણ કરી છે. જો રેલવે બોર્ડ આ ભલામણને સ્વીકારી લે તો રેલવે પ્રવાસીઓએ લોઅર બર્થ અથવા તહેવાર દરમિયાન ટિકિટ બુક કરાવવા પર વધારે રૂપિયા ચૂકવવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -