વિજય માલ્યાએ જાણીજોઈને લોન ન ચૂકવવાનું કર્યું ષડયંત્ર, જાણો કોણે કર્યો ખુલાસો
સીબીઆઈ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, આઈડીબીઆઈના અધિકારીઓએ માલ્યા દ્વારા લોન ચૂકવ્યા બાદ કિંગફિસર એરલાઈન્સ બ્રાડને સિક્યોરિટી તરીકે રાખવાને લઈને કોઈ કાયદાકીય સલાહ લીધી ન હતી. સીબીઆઈ અનુસાર આ વિજય માલ્યાનો વિચાર હતો કે કિંગફિસરની બ્રાન્ડ વેલ્યૂને લોન તરીકે લેવામાં આવે. સીબીઆઈ અનુસાર માલ્યાએ 10 સપ્ટેમ્બર 2008ના રોજ યૂબી ગ્રુપના સીએફઓ રવિ નેદુગડીને લખેલ મેલમાં આ વિચાર આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીબીઆઈએ મુંબઈની કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં માલ્યા, કિંગફિશરના અધિકારીઓ અને આઈડીબીઆઈ બેંકના અધિકારીઓને આરોપી બનાવ્યા છે. સીબીઆઈએ ચાર્જશીટમાં પૂરાવા તરીકે છ જાન્યુઆરી 2012ના વિજય માલ્યા દ્વારા યૂનાઈટેડ સ્પીરીટ્સ લિમિટેડ (યૂએસએલ)ના ઉચ્ચ અધઇકારી પીએ મૂરલીને મોકલેલ ઇમેલની કોપી રજૂ કરી છે.
નવી દિલ્હીઃ સીબીઆઈ અનુસાર બંધ થઈ ગયેલ એરલાઈન્સ કિંગફિશરના માલિક વિજય માલ્યા દ્વારા આઈડીબીઆઈ બેંકમાંથી લેવામાં આવેલ લોન ચુકવવાનો કોઈ ઇરાદો ન હતો. માલ્યા પર બેંકનું 900 કરોડ રૂપિયાનું દેવું છે. સીબીઆઈએ વિતેલા સપ્તાહે માલ્યા દ્વારા લોન ન ચૂકવવાના મામલે ચાર્જશીટ દાખલ કરી હતી.
સીબીઆઈ અનુસાર માલ્યા દ્વારા મોકલવામાં આવેલ ઇમેલમાં કહેવામાં આવ્યું છે, 'આઈડીબીઆઈના અનેક મેલ આવ્યા છે, કેએફએ એકાઉન્ટ એનપીએ બની જગા અંગે. તે ગમે ત્યારે કંઇપણ કરી શકે છે. કાલે જ તેમણે મારા યૂએસએલ એકાઉન્ટમાંથી 10 કરોડ રૂપિયા કાપી લીધા.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -