IDBI બેંકના CMDને મળ્યા બાદ તરત જ માલ્યાની 350 કરોડ રૂપિયાની લોન પાસ થઈઃ ED
નવી દિલ્હીઃ IDBI બેંકના તત્કાલીન ચેરમેન અને એમડી તથા લિકર કિંગ વિજય માલ્યાની વચ્ચે રજાના દિવસે થયેલ બેઠક બાક કિંગફિશર એરલાઈન્સને લોનના પ્રથમ બે હપ્તા તરીકે 350 કરોડ રૂપિયાની લોન તાત્કાલીક પાસ કરી દેવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCBIએ IDBI બેન્કના મેનેજમેન્ટ પર કિંગફિશર એરલાઇન્સની લોન માટે વિજય માલ્યા અને અન્ય પર ષડ્યંત્રનો આરોપ મૂક્યો છે. CBIએ ૨,૦૦૦ પાનાંની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, ૨૦૦૯માં અપાયેલી લોન વખતે માલ્યાની નબળી નાણાકીય સ્થિતિ છતાં જોખમ, કમ્પ્લાયન્સ અને જામીનગીરી અંગેના નિયમોનું પાલન થયું ન હતું.
ઉલ્લેખનીય છે કે, IDBIના ભૂતપૂર્વ ચેરમેન યોગેશ અગરવાલ સહિત ૯ વ્યક્તિની ૨૩ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. CBIના જણાવ્યા અનુસાર માલ્યા અગરવાલને ૨૦૦૯ની છઠ્ઠી ઓક્ટોબરે હોલિ ડે મનાવતી વખતે મળ્યા હતા. કિંગફિશર એરલાઇન્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર એ રઘુનાથને બીજા જ દિવસે લોન માટે અરજી કરી હતી.
કંપનીએ રૂપિયા ૯૫૦ કરોડની માંગણી કરી હતી, જેમાંથી રૂપિયા ૧૫૦ કરોડની તાત્કાલિક જરૂર હોવાનું જણાવ્યું હતું. CBIએ જણાવ્યું હતું કે, IDBI બેન્કના જનરલ મેનેજર બુદ્ધદેવ દાસગુપ્તાની ક્રેડિટ કમિટી દ્વારા ઝડપથી તૈયાર કરાયેલી ભલામણોમાં ૭ ઓક્ટોબરે લોનને મંજૂરી આપવામાં આવી હતી.
CBIના જણાવ્યા અનુસાર IDBI બેન્કે કુલ રૂપિયા ૧,૦૫૦ કરોડની લોન મંજૂર કરી હતી. જેમાં રૂપિયા ૧૫૦ કરોડ તાત્કાલિક આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીનાં નાણાં રૂપિયા ૨૦૦ કરોડ અને રૂપિયા ૭૫૦ કરોડના બે હપતામાં ચૂકવાયાં હતાં. બે નાની લોન માટે કોઈ રેટિંગ માંગવામાં આવ્યું ન હતું.
CBIના જણાવ્યા અનુસાર બેન્કના રિસ્ક ડિપાર્ટમેન્ટે ~૭૫૦ કરોડના લોન પ્રસ્તાવની સમીક્ષા કરતી વખતે ૪૫ના નીચા સ્કોર સાથે B રેટિંગની ભલામણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -