પંચમહાલના જાંબુઘોડામાં કેનાલમાં બે યુવકો ડૂબી ગયાની ઘટના બની છે. કેનાલ પાસેથી બંનેના ચંપલ મળતા ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થયા છે.જાંબુઘોડા થી બોડેલી ખરીદી કરવા જતાં રસ્તા માં ઉંચેટ ગામ પાસે ની કેનાલમાં ડૂબી ગયાનો અનુમાન લગાવાય રહ્યો છે કારણ કે કેનાલ નજીક બંને યુવાનો ના બુટ અને ચંપલ મળી આવ્યા છે.જાંબુઘોડા નજીક શિવરાજપુર ના કોઠી ફળિયાના ત્રણ મિત્રો બોડેલી ખરીદી કરવા  નીકળ્યા હતા, ત્રીજા મિત્ર એ બંને યુવાનો ડૂબ્યા હોવાની પરિવારને જાણ કરી છે.




પંચમહાલના જાંબુઘોડા નજીકની એક  કેનાલ પાસે બંને યુવકોના ચંપલ મળી આવ્યા હતા અને આ બંને યુવકો લાપતા હતા. અન્ય યુવકોએ આ ઘટનાની જાણ બંને યુવકના પરિજનોને કરી હતી. બંને યુવકો કેનાલમાં ડૂબી ગયાની અનુમાન પોલીસ લગાવી રહી છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે. કેનાલ બહાર ચંપલ પડ્યાં હોવાથી પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કેનાલમાં ન્હાવા માટે ગયા હોય અને ડૂબી ગયા હોય તેવું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલોલ ફાયર વિભાગ ની ટીમે બન્ને યુવાનો ની શોધખોળ શરૂ કરી છે.


ભરૂચમાં બુટલેગર બેફામ


રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ તેનો વેપલો કરતા જોવા મળે છે. ભરૂચના ભોલાવ  ઉદ્યોગ નગર વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં દારૂના વેચાણની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ પાડવા પહોંચી હતી પરંતુ બેફામ બનેલા બુટલેગરોએ ક્રાઇમબ્રાન્ચના પોલીસ કર્મી પર જ સામે  હુમલો કરી દીધો. બુટલેગરના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાના પગલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?