Ahmedabad News: અમદાવાદના ખાડિયામાં મહિલાએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 35 વર્ષીય મહિલાને વર્ષો સુધી લગ્નની લાલચ આપી યુવકે સબંધ બાંધ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મહિલા એક આંખે જોઈ શકતી નહોતી અને એક આંખે સામાન્ય જોઈ શકતી હતી. જેનો લાભ ઉઠાવી પ્રેમીએ વારંવાર શરીરસંબંધ બાંધ્યો હતો, એટલું જ નહીં પ્રેમીના કહેવાથી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પ્રેમીને રેલવેમાં નોકરી લાગતા મહિલા સાથે લગ્નનો ઇન્કાર કર્યો હતો. મહિલાએ ખાડિયા પોલીસ મથકે રાકેશ સોનાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   


અમદાવાદના નરોડામાં થોડા દિવસ પહેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે હોલમાંથી લોહીથી ખરડાયેલી મહિલાની લાશ મળી હતી. પોલીસે ચાની કિટલીવાળાની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ઇજ્જાત બચાવવા મહિલાએ બુમો પાડતા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે મહિલાને લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હતી.       


ક્રાઇમ બ્રાંચે નરોડામાં મહિલાના હત્યા કેસમાં નવા નરોડા ખાતે હરિદર્શન ચાર રસ્તા પાસે રામદેવનગરમાં રહેતા અને સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીગ પાસે ચાની કિટલી ધરાવતા અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલાની ધરપકડ કરી હતી. આ બનાવની વિગત એવી છે કે નરોડા હંસપુરાના યુવકની પત્ની નરોડા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીગના પાંચમા માળે ઓફિસમાં તથા આજુબાજુમાં બિલ્ડીગમાં સાફ-સફાઇની કામગીરી કરતા હતા. તેઓ તા. 18-07-2023ના રોજ ગુમ થયા હતા, જે અંગે  તેઓએ  નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ અંગેની ફરિયાદ કરી હતી. બીજીતરફ બીજા દિવસે નરોડા ખાતે આવેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે  હોલમાંથી તેમની પત્નીની લોહીથી ખરડાયેલી લાશ મળી હતી. પોલીસે ચોક્કસ બાતમી આધારે ચાની કિટલી વાળાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ત્યાં રોકાતો હતો અને મહિલાની ઇજજત લેવા પ્રયાસ કરતા મહિલાએ બુમો પાડી હતી અને આરોપીએ લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.            


આ પણ વાંચોઃ   


Gujarat Politics: ગુજરાતમાં ભાજપ લોકસભામાં 26માંથી 26 બેઠક નહીં જીતી શકેઃ આપના ઈસુદાન ગઢવીનો દાવો


LIC Policy Surrender: મ્ચ્યોરિટી પહેલા પણ એલઆઈસી પોલિસી કરી શકાય છે સરેન્ડર, જાણો આસાન પ્રોસેસ