આ અંગેની વિગતો એવી છે કે, પરિણીતા યુવતીના વર્ષ 2016માં સરદારનગર ખાતે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા સમય પછી સાસરીવાળા યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. સાસરીવાળા પિયરમાંથી કંઈ લાવી ન હોવાનું કહીને ધંધા માટે દુકાન કરવા 25 લાખ રૂપિયા પિયરથી લઈ આવવા કહેતા હતા. જોકે, યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરી દેતા તેઓ ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં, પત્નીને કોઈ વસ્તુ લેવી હોય તો પતિ પૈસા આપતો નહોતો. દરમિયાન યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો.
દરમિયાન પતિ ધંધાના કામથી બહારગામ ગયો ત્યારે સસરા અને દિયર પરિણીતા સાથે અડપલા કરતા હતા. તેમજ સસરો, તો પતિ ન હોય ત્યારે તારી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તેવું કહીં બ્લૂ ફિલ્મ જો મજા આવશે, તેમ કહેતો હતો. આ પછી સસરા અવાર-નવાર છેડતી કરતા હતા. આ અંગે યુવતીએ પતિને પણ જાણ કરી હતી.
યુવતીને માતાની બર્થડેમાં જવા ન દેતા તેને સાસરીવાળા સાથે ઝઘડો થયો હતો. આ પછી યુવતી માર્ચ મહિનામાં પિયર જતી રહી હતી. આ પછી પતિ દીકરીને બીજા દિવસે મૂકી જવાનું કહીને લઈ ગયો હતો. તેમજ 10 દિવસ સુધી પરત મુકવા નહોતો આવ્યો હતો. આ પછી સમાજના લોકોએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ સસરા પહેલી જ જેમ જ છેડતી કરતા હોવાથી યુવતીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક
India vs Australia: આવતીકાલે કોહલી 23 બનાવશે તૂટી જશે સચિનનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત