આસારામની સાથે બીજા કોણ કોણ ઠર્યા દોષિત અને કોણ નિર્દોષ છૂટ્યાં ? જાણો કેટલી થઈ શકે સજા ?
દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં પીડિતાનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટ 2013માં ઈન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. જોધપુર સેશન કોર્ટમાં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા.
તે સાથે 225 દસ્તાવેજ જાહેર કર્યા હતા. એસસી-એસટી કોર્ટમાં 7 એપ્રિલે દલીલો પૂરી થઈ ગઈ છે અને કોર્ટ હવે 25 એપ્રિલે સજાની સુનાવણી કરશે. પોલીસની ચાર્જશીટમાં આસારામે સગીર છોકરીને સમર્પિત કરીને યૌન શોષણ કર્યો હોવાના દોષિત માનવામાં આવે છે તેવી રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ વાત માની છે.
પ્રોસિક્યૂશન તરફથી 44 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમિયાન પીડિતાએ 12 પેજનું નિવેદન રજૂ કર્યું હતું. 4 ઓક્ટોબર 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. 22 નવેમ્બર 2016થી 11 ઓક્ટોબર 2017 સુધી બચાવ પક્ષે 31 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા.
જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. હવે ટૂંક સમયમાં જ જોધપુરની કોર્ટ આસારામની સજાની જાહેરાત કરશે.
આસારામે જોધપુરથી 30 કિલોમીટર દૂર આવેલા માનસી આશ્રમમાં સગીરા પર બળાત્કાર કર્યો હતો. શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશે આસારામના દુષ્કર્મમાં મદદગારી કરી હતી તેવું પોલીસે આરોપનામામાં જણાવ્યું હતું.
આસારામ સામે દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં આઈપીસી કલમ 342, 376, 354-એ, 506, 509/34, જેજે એક્ટ 23 અને 26 અને પોક્સો એક્ટની કલમ 8 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં આસારામ સહિત ત્રણ આરોપીને દોષિત ઠેરવાયા છે પણ મોટા ભાગનાં લોકોને બાકીના ચાર આરોપી કોણ હતા તે જ ખબર નથી. આ આરોપીઓમાં શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશનો સમાવેશ થતો હતો. આ પૈકી શરદ અને શિલ્પીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે જ્યારે શિવા અને પ્રકાશને નિર્દોષ છોડ્યા છે..
આ ચારેય સામે પણ આસારામની જેમ 6 નવેમ્બર, 2013ના રોજ પોક્સો તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરાયું હતું. જો કે કોર્ટે શરદ અને શિલ્પીને દોષિત ઠેરવતાં તેમને પાંચ વરસની ઓછામાં ઓચી સજા થઈ શકે છે. આ કેસમાં આસારામને દસ વરસથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.