Kanker Crime News: છત્તીસગઢના કાંકેર જિલ્લાના પખાંજૂરમાં પૂર્વ નગર પંચાયત પ્રમુખ અસીમ રાયની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના રવિવારે (7 જાન્યુઆરી) મોડી સાંજે બની હતી, ભૂતપૂર્વ નગર પંચાયત પ્રમુખને ગોળી મારીને આરોપી ફરાર થઈ ગયો હતો. હજુ એ સ્પષ્ટ નથી થયું કે પૂર્વ નગર પંચાયત પ્રમુખ અસીમ રાયને અંગત અદાવતના કારણે ગોળી મારી દેવામાં આવી હતી કે પછી નક્સલવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.


વાસ્તવમાં, છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સ્થિત પખાંજુર નગર પંચાયતમાં પ્રમુખ પદ માટે વિવાદ ચાલી રહ્યો છે. અહીં આ મહિને 15 જાન્યુઆરીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું, આવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવામાં માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો હતો અને તે પહેલા જ હત્યાના કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના વરિષ્ઠ નેતાનું મોત થતા અરેરાટી વ્યાપી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે આ હત્યાની તપાસ કરવામાં આવી રહી છે. મૃતક પૂર્વ નગર પંચાયત પ્રમુખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા અનુસાર, SDOP ઑફિસ પાસેના તેમના બિઝનેસ કૉમ્પ્લેક્સથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. ડોક્ટર પિયુષ ટોપોએ જણાવ્યું કે માથામાં ઊંડી ઈજાના કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અજાણ્યા લોકોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. અંગત અદાવતના કારણે આઠ વર્ષ પહેલા તેના પર હુમલો પણ થયો હતો. હુમલાખોરોએ તેને ગોળી મારી હતી, પરંતુ ગોળી તેના હાથમાંથી નીકળી ગઈ હતી.


પોલીસે જણાવ્યું કે આ મામલે નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પખાંજૂર નગર પંચાયતમાં પ્રમુખ પદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. 15 જાન્યુઆરીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું. પખાંજૂર નગર પંચાયત પર હાલમાં કોંગ્રેસનો કબજો છે. અહીં બપ્પા ગાંગુલી કોંગ્રેસના અધ્યક્ષ છે, જેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે.