Crime News: મહોબા જિલ્લાના કસ્બા ખન્ના ખાતે શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. માનસિક બિમાર પતિએ કુહાડી વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. આ પછી તેણે વીજ કરંટથી આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે ઝીણવટભરી તપાસ કરી બંને મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
શું છે મામલો
કસ્બા ખન્નાનો રહેવાસી કૌશલ કિશોર (38) બાર વીઘા જમીનમાં ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેના પિતા રાજેન્દ્ર ગુપ્તાનું એક વર્ષ પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું. શુક્રવારે રાત્રે પતિ, પત્ની મંજુ (36) અને નાનો પુત્ર અંકિત (4) એક રૂમમાં સૂઈ રહ્યા હતા, જ્યારે કૌશલની માતા માયા મોટા પૌત્ર અંશ (10) સાથે આંગણામાં સૂઈ રહી હતી.
રાત્રે એક વાગ્યાના સુમારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. અવાજ સાંભળીને માતા માયા રૂમની નજીક પહોંચી અને કહ્યું કે લડશો નહીં. બારીમાંથી ડોકિયું કરીને રૂમમાં જોયું તો કૌશલ તેની પત્ની મંજુ પર કુહાડી હુમલો કરી રહ્યો હતો. હુમલો કર્યા બાદ તેણે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું.
100 મીટર જ દૂર હતું પોલીસ સ્ટેશન
માતા બૂમો પાડતી 100 મીટર દૂર સ્થિત ખન્ના પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસ પહોંચે તે પહેલા પત્નીની હત્યા કર્યા બાદ પતિએ મેઈન લાઈનના કટઆઉટમાંથી વાયર પકડી લીધો હતો. તેનું પણ વીજ કરંટથી મોત થયું હતું.
મૃતકની માતાએ કહી આ વાત
મૃતકની માતા માયાએ જણાવ્યું કે કૌશલ તેનો એકમાત્ર પુત્ર હતો અને વૃદ્ધાવસ્થાનો સહારો હતો. માનસિક બિમારીના કારણે તે અવારનવાર તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. શુક્રવારે રાત્રે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. માતા-પિતાના મોતથી બે માસુમ બાળકો અનાથ બની ગયા છે.
આ પણ વાંચોઃ
IndiGo Airlines: પાકિસ્તાનમાં 15 દિવસમાં બીજી વખત ભારતીય એરલાઇન્સ કર્યું ઈમરજન્સી ઉતરાણ, જાણો વિગત
Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત
India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, જાણો આજે કેટલા કેસ નોંધાયા