Rajkot Crime News: જેતપુરના રબારીકા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યજમાને ગોર મહારાજને ધક્કો મારતાં મોત થયું હતું.  રબારીકા ગામમાં પિતૃકાર્ય માટે હવન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ હવન પ્રસંગમાં યજમાન બનેલા એક વ્યક્તિનું મોત થયું છે. જો કે, આ મોત પાછળનું કારણ ચોંકાવનારું છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે 51 વર્ષીય રવજીભાઈ ચોથાભાઈ રાઠોડે પિતૃકાર્યનો હવન રાખ્યો હતો. આ હવન દરમિયાન 70 વર્ષીય ગોર મહારાજા અને યજમાન રવજીભાઈ વચ્ચે દક્ષિણા બાબતે રક્ઝક થયા બાદ ઝઘડો થયો હતો. ગોર મહારાજે યજમાન રવજીભાઈને ધક્કો મારતા તે પડી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.


રવજીભાઈને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા ઉદ્યોગનગર પોલીસ જેતપુર સરકારી હોસ્પિટલ દોડી આવી હતી અને રવજીભાઈના મૃત્યુનું સાચું કારણ જાણવા તેમના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.   ઘટનાની જાણ થતાની સાથે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


જેતપુર તાલુકાના રબારીકા ગામે ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર ગુસ્સે ભરાય યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું. યજમાનને તાબડતોબ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેનું મોત થયું હતું. જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આજે ગામમાં એક હવન કરી રહ્યાં હતા. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સેવા બજાવતા હતાં. જેમાં હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ ગોર કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યાં. આ વયોવૃદ્ધ ગોરને ગામલોકોએ જણાવ્યું હતું કે, તમને અનેકવાર કહેણ મોકલ્યું પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડયા. જે વાતથી અમૃતલાલ ગોર ગુસ્સે ભરાયા હતા અને યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી તેનો ધક્કો મારતાં રવજીભાઈ જમીન પર પટકાયા હતા અને તેને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતાં તોઓ બેભાન થઈ ગયાં હતા. આથી તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં.