Crime News:  બિહારના જમુઈથી એક ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે. જેને સાંભળીને તમામ હેરાન રહી ગયા. એક પુરુષ સાસરે આવતી વખતે વિધવા સાસુ સાથે પ્રેમ કરી બેઠો હતો. પોતાની સાસુના પ્રેમમાં પાગલ બનેલો યુવક બધું ભૂલી ગયો અને પત્નીને પણ નજર અંદાજ કરવા લાગ્યો. બંને જણા ચોરી છુપીથી મળવા લાગ્યા અને સાથે જીવવા મરવાની કસમ ખાવા લાગ્યા. જમાઈ અને સાસુ એક બીજા સાથે લગ્ન કરવાના સપના પણ જોતા હતા. પરંતુ કહાની અંજામ સુધી પહોંચે તે પહેલા જ ખતમ થઈ ગઈ.


જમાઈ પાંચ દિવસ પહેલા રાત્રે તેની વિધવા સાસુને મળવા પહોંચ્યો હતો. બંનેને ગામ લોકોએ પકડી લીધા. પહેલા તો જમાઈની ધોલાઈ કરી અને બાદમાં તેને પોલીસ હવાલે કરી દીધો. આ મામલો હાંસડીહ ગામનો છે. ઘટના સામે આવ્યા તમામ હેરાન રહી ગયા.


સાસરીમાં આંટા ફેરા દરમિયાન સાસુ સાથે થયો પ્રેમ


બાંકા જિલ્લાના ધોરૈયા ગામમાં રહેતા ચંદન ગોસ્વામીનું સાસરું હાંસડીહ ગામ છે. ત્યાં તેની વિધવા સાસુ રહે છે. સાસરીમાં આંટા ફેરા દરમિયાન બંને એકબીજાને દિલ દઇ બેઠા હતા. અહીંયાથી બંનેનો પ્રેમ પાંગર્યો હતો. જે બાદ પ્રેમમાં પાગલ ચંદન વારંવાર કાકી સાસુને મળવા હાંસડીહ ગામ આવતો હતો.


આ વખતે જ્યારે તે પ્રેમિકા વિધવા કાકી સાસુને મળવા આવ્યો અને શરીર સુખ માણતા હતા ત્યારે મોડી રાત્રે ગામલોકોએ રંગેહાથ ઝડપી લીધા. જે બાદ પહેલા તેને ફટકાર્યો અને પોલીસ હવાલે કરી દીધો. ગામલોકોએ ફટકારતાં ઘાયલ થયેલા ચંદનને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.


કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરતાં શખ્સ સામે ગુનો દાખલ


સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.