Diabetes: ખરાબ જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોએ આજકાલ લોકો પર અનેક રોગો લાદી દીધા છે. શું કોલેસ્ટ્રોલ, શું બ્લડ પ્રેશર, શું હૃદયરોગ અને શું ડાયાબિટીસ, આ તમામ રોગોના સેંકડો દર્દીઓ તમને તમારી આસપાસ જોવા મળશે. આજકાલ જે રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ડાયાબિટીસ છે.


ડાયાબિટીસના દર્દીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં લગભગ 422 મિલિયન લોકો હાઈ બ્લડ સુગરથી પીડિત છે. તેમાંથી દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુ ડાયાબિટીસને કારણે થાય છે. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો 8 કરોડ લોકો હજુ પણ આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે.


ડાયાબિટીસ ખોટા ખાનપાન અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ તેમના ખોરાકને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.  કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી મૃત્યુનું જોખમ પેદા કરી શકે છે. ડાયાબિટીસથી બચવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારા આહારનું ધ્યાન રાખો અને જીવનશૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરો. જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય ડાયાબિટીસ ન થાય તો આજથી જ આ ખાદ્યપદાર્થો ખાવાનું બંધ કરી દો.


જો તમારે ડાયાબિટીસથી દૂર રહેવું હોય તો આ ખોરાક ક્યારેય ન ખાવો



  • સ્વીટ ડ્રિંક્સઃ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેરથી ઓછી નથી. આ એકમાત્ર વસ્તુ છે જે ડાયાબિટીસના દર્દીઓએ સૌથી વધુ ટાળવી જોઈએ. જો તમે આ ખતરનાક રોગથી દૂર રહેવા માંગતા હોવ તો ભૂલથી પણ મીઠી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ અને સ્વીટ પીણાંને હાથ ન લગાવવો જોઈએ.

  • કૃત્રિમ સ્વીટનર સાથેની કોફી: કેટલીક કોફી એવી હોય છે કે જેમાં કૃત્રિમ સ્વીટનરની સાથે સ્વાદ ઉમેરવા માટે ઘણા રસાયણો ઉમેરવામાં આવે છે. આવી કોફીમાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ વધારે છે. આના કારણે ડાયાબિટીસની સાથે હૃદયરોગનો ખતરો પણ ઉભો થઈ શકે છે.

  • હોટ ડોગ: હોટ ડોગ ડાયાબીટીસનું જોખમ પણ પેદા કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે તેમાં ઘણી બધી સંતૃપ્ત ચરબી હોય છે અને તેની સાથે, સોડિયમ પણ ખૂબ વધારે હોય છે. આ બંને વસ્તુઓ ડાયાબિટીસ અને હ્રદય રોગનો ખતરો બનાવે છે.

  • ફ્રાય ફૂડ્સ: વ્યક્તિએ પેકેટમાં ઘણી બધી તળેલી ખાદ્ય વસ્તુઓ જેમ કે ભુજિયા, કુરકુરે, ચિપ્સ વગેરે ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેને વધારે ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે.

  • ફાસ્ટ ફૂડ: ફાસ્ટ ફૂડ જેનું આજના યુવાનો અને કેટલાક વૃદ્ધો પણ આડેધડ સેવન કરે છે. ફાસ્ટ ફૂડમાં માખણ અને પનીરનું પ્રમાણ વધુ હોવાથી તેને વધુ પ્રમાણમાં ખાવાથી ડાયાબિટીસની સાથે હૃદયરોગ પણ થઈ શકે છે.

  • શરબત: જો તમે ગરમીથી રાહત મેળવવા માટે ખૂબ જ શરબત પીતા હોવ તો તમારે આમ કરવાનું ઓછું કરવું જોઈએ. કારણ કે આનાથી ડાયાબિટીસનો ખતરો પણ વધી શકે છે.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.