નવી દિલ્લીઃ દિલ્લીના તિલક નગર વિસ્તારમાં આવેલા તિલક વિહારમાં પાડોશી યુવકે યુવતીને છરીના ઘા મારી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે યુવતીને છાતી અને પેટમાં છરીના ઘા મારી દેતાં લોહીલૂહાણ હાલતમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. દિલ્લી પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી પાડોશી યુવક જ છે. પોલીસ તપાસ પછી હુમલાનું કારણ જાણવા મળશે. 




Kaali Controversy: કાલી માં (Kaali) વિવાદને જન્મ આપનારી ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલાઇ (Leena Manimekalai)એ એકવાર ફરીથી વિવાદિત ટ્વીટ કર્યુ છે. લીનાએ આ ટ્વીટમાં ભગવાન શિવ (Bhagwan Ram) અને માં પાર્વતી (Maa Parvati)ને ધૂમ્રપાન (Smoking) કરતા બતાવ્યા છે. લીનાના આ ટ્વીટ પર લોકો તેને વધુ નિશાન લઇ રહ્યાં છે.


લીના મણિમેકલાઇએ ગુરુવારે સવારે 7.15 વાગે ટ્વીટ કરીને એક તસવીર શેર કરી, આ ટ્વીટ પર તેને લખ્યું- ક્યાંય બીજે.  વળી આ ટ્વીટમાં જે તસવીરને લીનાએ શેર કરી છે, તેમાં ભગવાન શિવ અને માં પાર્વતીનો રૉલ પ્લે કરનારા બે શખ્સ સિગારેટ પીતા દેખાઇ રહ્યાં છે. લીનાના આ ટ્વીટ પર સામાન્ય લોકોથી લઇને રાજનેતાઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.


આ જાણીજોઇને ઉકસાવનારો કેસ છે - બીજેપી 
બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ લીનાના આ ટ્વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, આ રચનાત્મક અભિવ્યક્તિ વિશે નહીં પરંતુ આ જાણીજોઇને ઉકસાવનારો કેસ છે. તેમને આગળ લખ્યું- હિન્દુઓને ગાળો આપવી - ધર્મનિરપેક્ષતા ? હિન્દુ આસ્થાનુ અપમાન- ઉદારવાદ ? લીનાનો હોંસલો માત્ર એટલા માટે વધી રહ્યો છે, કેમ કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કોંગ્રેસ, ટીએમસી તેમને સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મહુઆ મોઇત્રા પર એક્શન નથી લેવામાં આવી, બસ તેના નિવેદનથી દુરી બનાવી લીધી છે.