Delhi Crime News: સુલ્તાનપુરી પોલીસે યુવાઓને નશાનો ઈંજેક્શન વેચતી બે બહેનોન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં નશાના ઈંજેકશન અને સીરિંજ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને તેમની સાથે અન્ય કોણ કોણ સંકલેલું છે તેની તપાસ કરી રહી છે.
પોલીસ પકડામાં આવેલા આરોપીઓની ઓળખ સુલ્તાનપુરી નિવાસી મનદીપ, પરનીત કૌર અને વિકાસ તરીકે થઈ છે.આરોપીઓની કબ્જામાંથી 214 સીરિંજ અને 21 ઈંજેકશન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જિલ્લામાં નશાનો સામાન વેચવા પર રોક લગાવવા માટે તમામ પોલીસ ઈન્ચાર્જને નિર્દેશ આપ્યો છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે કેટલાક લોકો નશો કરનારા યુવાનોને ઈંજેક્શન અને સીરિંજ વેચી છે.
સુલતાનપુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુખબીર મલિકના નેતૃત્વમાં પોલીસ આવા લોકોની ઓળખ કરવામાં લાગી છે. હવાલદાર જગદીપે આ ધંધામાં સામેલ વિકાસ અંગે જાણકારી મળી હતી જેને સોમવારે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી એક પોલીથીન મળી હતી. જેમાં ઈંજેક્શન મળ્યા હતા.
જેની પૂછપરછમા તેણે આ ધંધામાં બે બહેનો સામેલ હોવાની વાત કરી. એક ટીમ બંનાવીને પોલીસે સુલ્તાનપુરીમાં રહેતી બે બહેનોની ધરપકડ કરી છે. પોલીસને તેના કબજામાંથી ઈંજેકશન અને સીરિઝ મળી આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો
Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત