BJP leader Alpesh Thakor on Hooch Tragedy: ગુજરાતમાં ફરી મિથાઈલકાંડ સર્જાયો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક 39 પહોંચ્યો છે અને 60થી વધુ અસરગ્રસ્ત લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.
આજે રોજીદ ગામની ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે કહ્યું, ક્યાં શબ્દોમાં સાંત્વના પાઠવું તે ખબર નથી પડતી. કોઈ દીકરી પોતાના પિતા ની રાહ જોઈ રહી છે, એક નાની દીકરીને તો ખ્યાલ જ નથી કે તેના પિતા ક્યાં જતા રહ્યા છે. એક બે લોકો દારૂનો ધંધો કરે છે તેનું ભોગ આ લોકોને બનવું પડે છે. રોજ કમાઈ ને રોજ ખાનારો આ વર્ગ છે. રાજ્ય સરકાર પાસે રજુઆત કરીશ કે દોષિતો ને સજા અને ભોગ બનનારને યોગ્ય વળતર મળે. ગુજરાતમાં બીજો આવો કિસ્સો સામે આવે નહિ તેના માટે દાખલા રૂપ સજા થવી જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગણી છે.
ચૂંટણીમાં દારૂ વેહચવો યોગ્ય નથી: અલ્પેશ ઠાકોર
તેણે એમ પણ કહ્યું, હું યુવાનોને કહેવા માગું છું કે નશો તમે કરો છો અને તેની સજા આખા પરિવારને મળે છે. ઈમાનદાર અધિકારીઓ પણ છે ભ્રષ્ટ અધિકારીઓ પણ છે. વિનંતી કરું છું આપણું ગુજરાત સમૃદ્ધ છે, અને દારૂ બંધી નો કડક અમલ કરાવો. નેતાઓ પણ શીખવું પડશે કે ચૂંટણીમાં દારૂ વેહચવો એ યોગ્ય નથી, જે કોઈ નેતાઓ દારૂ વેચે છે ચૂંટણીમાં તે બંધ કરી દેવું જોઈએ, નેતાઓ પણ ઈમાનદાર રહેવું પડશે કોઈ બાહોશ અધિકરી આ બધું બંધ કરાવડાવે તો રાજકીય દબાણ આવી જતું હોય છે.
182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરતમાં દારૂ બંધી શક્ય છેઃ અલ્પેશ ઠાકોર
આ ઉપરાંત અલ્પશ ઠાકોરે એમ પણ કહ્યું, ગુજરાતની જનતાને અપીલ કરું છું નશા મુક્ત ગુજરાત થવું જોઈએ.ધારાસભ્ય અને સરપંચ જે અરજી કરી તે વિષય પર અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં કહ્યું, બધી જ વાત સાચી અમે જનતા રેઇડ કરવાના હતા, ધારાસભ્ય પાસે સત્તા છે તેમણે જાતે રેઇડ કરવાની હતી, થોડી હિંમત તો બતાવો, ખાલી અરજી કરીને છુટી જવાનું નહોતું. જો 182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરતમાં દારૂ બંધી શક્ય છે. રાજકિય નેતાઓ પોતાના રાજકીય મનસૂબા પુરા કરવા માટે અરજીઓ ના કરે, જનતા રેઇડ કરીને પોતાના રાજકીય હિતો પાર નહી પડે. આવી નમાલી રાજનીતિ કરશો નહિ.
ક્યાંક કોઈ ચૂક રહી ગઈ હશે તો સ્વીકારવી જ રહીઃ અલ્પેશ ઠાકોર
સરકારે બહુ મક્કમતાથી કામ કર્યું છે, મેં રાજનીતિનીં ચિંતા નથી કરી. જે અધિકારી સાથેની તપાસ કમિટી મુકવામાં આવી છે તે ટિમ કોઈને પણ છોડશે નહિ તેવી ટીમ સરકારે રચેલી છે. રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ખૂબ બહોશતા પૂર્વક કામ કરી રહ્યા છે, ક્યાંક કોઈ ચૂક રહી ગઈ હશે તો સ્વીકારવી જ રહી.
આ પણ વાંચોઃ
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત