Crime News: સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. 68 વર્ષીય હીરા દલાલની હત્યા કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વરાછાના કમલપાર્ક ખાતે આવેલ હીરા દલાલની ઓફિસમાં બદમાસોએ ઘુસી તેમની હત્યા કરી છે. હવે આ મામલે લૂંટની આશંકાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. લૂંટ થઈ છે કે નહીં તે હીરા તપાસ્યા બાદ ખ્યાલ આવશે. વરાછા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.


 સુરતમાં મહિલાએ કરી આત્મહત્યા


સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર ઉત્તર પ્રદેશ ફતેહપુરનો રહેવાસી છે અને હાલમાં તેઓ લિંબાયતમાં ભાડેથી રહેતો હતો. આ પરિવારને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે. મહિલાએ અચાનક આત્મહત્યા કરી લેતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આત્મહત્યા અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાએ આત્મહત્યા કેમ કરી તે એક યક્ષપ્રશ્ન છે. 


સુરતમાં પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ


પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. 5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો છે. યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી, ત્યાં 5 અજાણ્યા શખ્સો આવી પ્રેમી યુવક યુવતીને ધાક ધમકી આપી લઈ ગયા. પહેલા યુવકના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પુણા પોલીસે 5 અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી છે. પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. 


ધો.9માં ભણતી વિદ્યાર્થીનીને બર્થ ડે હોવાનું કહી ફોસલાવીને વિધર્મી યુવક લઈ ગયો ઘરે


સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધો. 9માં ભણતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવક બર્થ ડે હોવાનું કહીને ઘરે લઈ ગયો હતો. જે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. જેન લઈ સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


શું છે મામલો









આ પણ વાંચો....


Bhavnagar: ભાવનગરમાં માતાની નજર સામે જ અઢી વર્ષનું બાળક નદીમાં તણાયું


Gujarat Election : અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો, ખસેડાયા હોસ્પિટલમાં


Arvind Kejriwal Gujarat visit: અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા જશે કેજરીવાલ, આવું હશે મેનુ


Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો