Crime News: નોઈડાના સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 117 સ્થિત ઓયો હોટલમાંથી 48 વર્ષીય ફેક્ટરી માલિકનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની કાર, મોબાઈલ ફોન કેશ વગેરે ગાયબ હતા. તે બે યુવતીઓ સાથે હોટલમાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.


પોલીસે શું કહ્યું


એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન -એક ) રણવિજય સિંહે જણાવ્યું હતું કે મૃતક વેપારીની ઓળખ ઉમેશ કુમાર તરીકે થઈ છે અને તેનો મૃતદેહ શુક્રવારે હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. મૃતકના સંબંધીઓના જણાવ્યા અનુસાર, ઉમેશ ગુરુવારે રાતથી ગુમ હતો અને ગુરુવારે જ તેણે નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું થયો ખુલાસો


એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે મૃતક નોઈડા સેક્ટર 82માં રહેતો હતો અને નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની કેમિકલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.


મહિલાઓ કાર લઈને થઈ ગઈ ફરાર


પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઉમેશ બે છોકરીઓ સાથે હોટલમાં આવ્યો હતો. ઉમેશના મોત બાદ બે મહિલા અને તેના સાગરિતો મૃતકનો મોબાઈલ ફોન, રોકડ અને એમજી હેક્ટર કાર વગેરે લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે મૃતકના પરિજનોએ આ મામલે નોઈડા સેક્ટર-113 પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી.


આ પણ વાંચોઃ IND vs SA 3rd ODI: ત્રીજી વન ડેમાં અનેક બદલાવ સાથે ઉતરી શકે છે Team India, આ ખેલાડીઓની થશે હકાલપટ્ટી !


IPL 2022: આઈપીએલ 2022ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યાં રમાશે


IPL Auction 2022: મેગો ઓક્શનનો હિસ્સો નહીં બને ક્રિસ ગેઇલ, બેન સ્ટોક્સ સહિતના આ દિગ્ગજો


Jobs 2022: ખેતીવાડી ફિલ્ડમાં સરકારી નોકરીનો મોકો, જાણો અરજી કરવાની અંતિમ તારીખ સહિતની સંપૂર્ણ વિગત