IPL 2022: ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. બીસીસીઆઈના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, આઈપીએલ 2022 ભારતમાં યોજાશે. તે મુંબઈમાં અને પ્રેક્ષકો વગર યોજાશે. વાનખેડે સ્ટેડિયમ, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, ડીવાય પાટીલ સ્ટેડિયમ અને જો જરૂર પડશે તો પુણેમાં આઈપીએલ મેચો રમાશે.




ક્યારે યોજાશે આઈપીએલ હરાજી


IPLની 15મી સિઝનમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી IPLની હરાજી માટે ભારત અને વિશ્વભરના 18 દેશોના કુલ 1,214 ક્રિકેટરોએ નોંધણી કરાવી છે. જોકે, IPL ઓક્શનના પૂલમાંથી મોટા ખેલાડીઓના નામ ગાયબ છે. જેમાં ઈંગ્લેન્ડ જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ અને સેમ કુરનનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ, ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ એવા સ્ટાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)ની મેગા ઓક્શનમાં સામેલ નહીં થાય. સ્ટોક્સ અને વોક્સ બંને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશિઝ શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતા.  


આ વખતે 10 ટીમો લેશે ભાગ


અમદાવાદ અને લખનઉ બે નવી ફ્રેન્ચાઈઝીના ઉમેરા સાથે આ વર્ષની IPLમાં દસ ટીમો બોલી લગાવશે અને ભાગ લેશે. લખનઉ ફ્રેન્ચાઇઝીમાં કેપ્ટન તરીકે જોડાયા બાદ ભારતીય ઓપનર કેએલ રાહુલ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં રૂ. 170 મિલિયન ($2.3 મિલિયન) સાથે સંયુક્ત-સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 2018 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝી દ્વારા સમાન રકમમાં સાઇન કરવામાં આવ્યો હતો.


લખનઉની ટીમના માલિક સંજીવ ગોએન્કાએ સ્ટાર સ્પોર્ટ્સને જણાવ્યું હતું કે, "હું KLની બેટિંગ અને વિકેટકીપિંગથી જ નહીં પરંતુ તેની નેતૃત્વ કુશળતાથી પણ ખૂબ પ્રભાવિત થયો છું. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને નવી ટીમના કેપ્ટન તરીકે જાહેર કર્યા. CVCની માલિકીની ફ્રેન્ચાઇઝીએ અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-સ્પિનર ​​રાશિદ ખાનને રૂ. 150 મિલિયન ($2.1 મિલિયન)માં અને યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલને રૂ. 80 મિલિયનમાં સાઇન કર્યા હતા.