પાટણઃ સિદ્ધપુર(Sidhpur) ખાતે ખાતે વધુ એક હનીટ્રેપ(Honey Trap)ની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ફરિયાદી વેપારી યુવક સાથે યુવતીએ ફોન પર સબંધ કેળવી ગુનાને અંજામ આપ્યો હતો. યુવકને સિદ્ધપુર ખાતે બોલાવી આબુ તરફ ફરવાનું તરકટ રચ્યું હતું. રસ્તામાં પાણી પીવાના બહાને ગાડી ઉભી રાખવીને યુવતીએ તેના સાગરીતોને જાણ કરી હતી.
પાટણ(Patan) ખાતે રહેતા વેપારીને થોડા દિવસ પહેલા બપોરના સમયે મહિલાના અવાજમાં ફોન આવ્યો હતો. વેપારીને પોતાની ઓળખ સુનિતા તરીકે આપી તેમનો પરિચય પૂછ્યો હતો. વેપારીએ પરિચયત આપતાં યુવતીએ રોંગ નંબર કરી ફોન મૂકી દીધો હતો. જોકે, બે કલાક પછી ફરીથી એ જ નંબરથી ફોન આવ્યો હતો અને વેપારીને પરણીત છે કે અપરણીત તેમ પૂછપરછ કરી હતી તેમજ તેમજ વેપારીને મળવા માટે લાલચ આપી હતી.
આમ, વેપારી સાથે વિશ્વાસ કેળવી એક દિવસ વેપારીને મળવા બોલાવ્યા હતા. તેમજ યુવતીએ પોતાની પાસે એક કલાકનો સમય હોવાનું જણાવી તેની સાથે કારમાં વાતચીત કરી હતી. તેમજ બીજા દિવસે બપોરે એક વાગ્યે મળવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે તેઓ કહોડા ચોકડી ખાતે ગયેલ અને અહીંથી યુવતીને ગાડીમાં બેસાડી આબુરોડ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પાણી પીવા હોટલમાં રોકાયા હતા.
આ જ સમયે અહીં બે ગાડીઓ આવી હતી. તેમાંથી આઠેક માણસોએ ઉતરીને રકઝક કરી હતી અને વેપારીને માર માર્યો હતો. તેમજ મારી બેનને ક્યાં લઇને ફરે છે તેમ કહી વેપારીને ગાડીની વચ્ચેની સીટમાં બેસાડી દીધો હતો. એક ઇસમે છરી વેપારીના ગળા પર મૂકી મારી નાંખવાની ધમકી આપી હતી અને બળાત્કારના કેસમાં ભરાવી દેવાનું કહ્યું હતું. તેમજ પતાવટ માટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. અંતે સાડા ત્રણ લાખમાં સોદો પાકો થતાં આંગડિયાથી હવાલો કરી આપી દીધા હતા.
આ પછી આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે નોંધાયેલ ફરિયાદને આધારે સિધ્ધપુર પોલીસ (Sidhpur Police)એ છટકું ગોઠવી હનીટ્રેપ કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા.
થોડા દિવસ અગાઉ સિદ્ધપુર ખાતે બનેલ હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ગુનાનો પરદાફાસ થયો છે. અગાઉના ગુનામાં ઝડપાયેલા ઈસમો દ્વારા જ બીજા ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસે હનીટ્રેપની ઘટનામાં ફરાર વધુ એક યુવતી અને અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.