ભૂજ: ગાંધીધામ ભચાઉ હાઈવે પરથી પૂર્વ કચ્છના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા સરાજાહેર હેરોઈન ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસે બુટના સોલ નીચે છુપાવેલું 32 લાખનું હેરોઈન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં બે આરોપી પોલીસ પકડથી દૂર છે.  ઝડપાયેલ આરોપીને 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીને લઈને પંજાબ રવાના થઈ છે.  


પુર્વ કચ્છ ગાંધીધામની એસઓજી દ્વારા લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે એસપી સાગર બાગમાર દ્વારા અપાયેલી સુચના અનુસાર એસઓજીની ટીમ સતર્ક હતી ત્યારે બાતમી મળી હતી કે ગાંધીધામની ભાગોળે એ.વી. જોષી કંપનીના પુલીયા પાસે એક શખ્સ હેરોઈન વેંચી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે શૈક્ષણિક સંકુલમાંથી પંચોને લઈને સિકંદરાબાદ ટિમ્બર વર્કસ સામેના સર્વિસ રોડ પર વાહન ઉભુ રાખીને બાતમી અનુસારનો શખ્સ સામે આવતા તેને કોર્ડન કરીને પકડી લીધો હતો. 


ઝડપાયેલા આરોપી સીમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબે , તરનતારન, પંજાબનો રહેવાસી છે.  આ પેડલરે બન્ને પગના બુટની સોલમાંથી બે ગઠ્ઠા કઢાવાયા હતા જેની તપાસ કરતા તે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો હોવાનું ખુલ્યું હતું. કુલ 64.20 ગ્રામ કે જેની કિંમત 32.10 લાખ થવા જાય છે. આરોપી પાસેથી મોબાઈલ, એસટી અને રેલવેની ટીકીટ મળી કુલ 32,20,470 લાખના મુદામાલને જપ્ત કરાયો હતો. આ સાથે મુદામાલને વેચાણ કરવા આપનાર અને હાજર ન મળેલા આરોપી રાહુલ (રહે. તરનતારન પંજાબ) અને નિરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી (રહે. ગાંધીધામ) સામે ગુનો નોંધીને તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.


ઝડપાયેલ આરોપી સીમરનજીતસિંઘને પોલીસ દ્વારા કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  પૂર્વ કચ્છ પોલીસ આરોપીને લઈને પંજાબ જવા રવાના થઈ ગઈ હતી.  કચ્છ જિલ્લામાં આગાઉ પણ જે ડ્રગ્સ પકડાયું છે તેના આરોપી પંજાબના તરનતારન જિલ્લાના હતા.  પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જેમાં બે આરોપી પોલીસ પકડથી હજુ દૂર છે.  


આરોપી પાસેથી મોબાઈલ, એસટી અને રેલવેની ટીકીટ મળી કુલ 32,20,470 લાખના મુદામાલને જપ્ત કરાયો હતો. આ સાથે મુદામાલને વેચાણ કરવા આપનાર અને હાજર ન મળેલા આરોપી રાહુલ (રહે. તરનતારન પંજાબ) અને નિરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી (રહે. ગાંધીધામ) સામે ગુનો નોંધીને તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.