ખેડા:આજે પાવન શ્રાવણ માસનો અંતિમ દિવસ છે ત્યારે આજે શ્રાવણી અમાસના અવસરે ખેડાના ઠાસરા ગામમાં મહાદેવની સવારી નીકળી હતી. આ દરમિયાન સવારી અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, શિવજીની શોભાયાત્રા દરમિયાન બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંતી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતા  જિલ્લાની એલસીબી એસઓજી સહિત નો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા એસપી રાજેશ ગઢીયા ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.                                                                                                     


પથ્થરમારા દરમિયાન મોટા પથ્થરો અને ઇંટો ફેંકાતા  2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ થયા છે. પથ્થરબાજોને શોધવા ઠાસરામાં કોમ્બિંગ શરૂ કર્યું છે. ડાકોર, સેવલિયાથી પણ ઠાસરામાં પોલીસ બોલાવાઈ હતી. આખું ઠાસરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પથ્થરમારા બાદ ઠાસરાના બજારો બંધ કરી દેવાઇ છે. સમગ્ર ખેડા જિલ્લાની પોલીસ ઠાસરામાં તૈનાત કરી દેવાઇ છે. તોફાની તત્વોએ મહાદેવની સવારી સાથે  ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી.            


 શિવજીની સવારી પર પથ્થરમારો કરનાર માટે પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સામાન્ય બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. ખેડાના એસપીએ જણાવ્યું હતું કે, તોફાની તત્વોને બક્ષવામાં નહી આવે અને તાબડતોબ તેની સામે પગલા લેવામાં આવશે. તેમજ હાલ પોલીસના સઘન પ્રયાસના કારણે પરિસ્થિતિ કાબૂમાં છે.


આ પણ વાંચો


Vadodara: વડોદરા કોગ્રેસમાં બે દિવસમાં ત્રીજા નેતાએ આપ્યું રાજીનામું, પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે


Aravalli: ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટ થતા ખળભળાટ, પત્નીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર


અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ


NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર