UP Crime News: મથુરાના થાણા હાઈવે વિસ્તારની એક કોલોનીની રહેવાસી મહિલાએ પોતાના સસરા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે સસરા સહિત પાંચ સાસરીયા સામે ગુનો નોંધ્યો છે. સાસરિયાંઓ પર માર મારવાનો અને નશીલો પદાર્થ પીવડાવવાનો પણ આરોપ છે.
શું છે મામલો
શહેરની એક કોલોનીમાં રહેતી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા લખાવ્યું તેના લગ્ન 9 ફેબ્રુઆરીના રોજ થયા હતા. પતિના ભોળપણનો ફાયદો ઉઠાવીને તેના સસરાએ 8 મે ના રોજ મોડી રાત્રે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો તો સસરાએ તેને માર માર્યો. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બળજબરીથી ખવડાવ્યો નશીલો પદાર્થ
દુલ્હને સાસુ અને કાકા સસરાને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી. જે બાદજ આ લોકોએ પણ સસરાનો પક્ષ લઈને આ મામલાની અવગણના કરી. પીડિતાએ નોંધાવેલા રિપોર્ટ મુજબ આ તમામ લોકોએ તેની સાથે મારપીટ કરી હતી, જેના કારણે તેને ઈજા પહોંચી હતી. સસરાએ બળાત્કાર ગુજારતાં પહેલા તેને નશીલો પદાર્થ ખવડાવ્યો હતો.
12 મે ના રોજ તેની હાલત વધુ ખરાબ થઈ ત્યારે આરોપીઓ તેને રાત્રે ગંભીર હાલતમાં ઇનોવા કારમાં છોડીને ટ્રાન્સપોર્ટ નગર ભાગી ગયા હતા. વહુએ સસરા સહિત પાંચ સાસરીયાઓ સામે રિપોર્ટ દાખલ કર્યો છે. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ અનુજ કુમારે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ