ડોક્ટરની પત્ની રશ્મીને ડ્રાઈવર શાહનવાઝ સાથે બંધાયા સેક્સ સંબંધ, રશ્મી બની ગઈ રેશ્મા ને પછી શું થયું ?
આ અંગેની વિગતો એવી છે કે, 32 વર્ષીય રશ્મી ઉર્ફે રેશ્મા બિઝનોરમાં પતિ ડો.અનુરાગ જ્હા સાથે રહેતી હતી. ડો. અનુરાગ શહેરના એક નર્સિંગ હોમમાં ફરજ બજાવે છે. ડો. અનુરાગે પત્ની સાથે ટ્રીપ પર જવા માટે શાહનવાઝની કાર ભાડે કરી હતી. ટ્રીપમાં શાહનવાઝ અને રેશ્માની આંખો મળી ગઈ હતી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિઝનોરઃ યુપીના બિઝનોરમાં 32 વર્ષીય યુવતીએ ડ્રાઇવર સાથે પ્રેમસંબંધ બંધાતા ડોક્ટર પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી ઘરેણા બાબતે તકરાર થતાં પ્રેમીએ પત્નીની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ડ્રાઇવર પતિ અને તેના પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાના બે અઠવાડિયા પછી પોલીસને રેશ્માની લાશ મળી હતી. તપાસ કરતાં આ લાશ રેશ્માની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ દિશામાં વધુ તપાસ કરતાં ડ્રાઇવર પતિ અને તેના પિતાએ મળીને પત્નીની હત્યા કર્યાનું સામે આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બંને વચ્ચે પ્રેમસંબંધ આગળ વધતાં શાહનવાઝના ડોક્ટરના ઘરે આવવા લાગ્યો હતો અને ડોક્ટરની ઉપસ્થિતિમાં રેશ્મા સાથે રંગરેલિયા માણતો હતો. અનુરાગને પત્નીના અફેરની ખબર પડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો આગળ વધતાં રેશ્માએ પતિને છોડી દીધો હતો અને વર્ષ 2016માં દિલ્લીના રોહિણી વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી.
થોડા સમય પછી રેશ્માએ ઘરેણા પરત માંગતા બંને વચ્ચે તકરાર થઈ હતી. ઘરેણાં પરત આપી શકે તેમ ન હોય શાહનવાઝ અને તેના પિતાએ સાથે મળીને રેશ્માની હત્યા કરી નાંખી હતી. તેમજ લાશ બાદશાહપુર ગામ પાસેના તળાવમાં નાંખી દીધી હતી.
આ પ્રેમી શાહનવાઝ પણ અહીં રહેવા આવી ગયો હતો અને રેશ્માએ મુસ્લીમ ધર્મ અંગીકાર કરી તેની સાથે નિકાહ પઢી લીધા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. લગ્ન પછી પૈસાની તંગી ઉભી થતાં શાહનવાઝે પત્નીના ઘરેણા 7 લાખ રૂપિયામાં વેચી દીધા. જોકે, તેની જાણ રેશ્માને નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -