જામનગરઃ જામનગરમાં ભાજપના ટોચના નેતાની પુત્રીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ દીકરી ધોરણ 12 કોમર્સમાં ભણતી હતી અને નાપાસ થઈ હતી. નાપાસ થયેલી દીકરીને ભાજપના નેતાએ ‘ કેમ નાપાસ થઇ ?’ એવું પૂછીને ઠપકો આપતાં  પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર જાગી છે.  આટલી નાની વાતમાં 17 વર્ષની છોકરીએ આપઘાત કરી લેવા જેવું આત્યંતિક પગલું ભરી લીધું તેના કારણે લોકોને આંચકો લાગી ગયો છે.

આ કરૂણ બનાવની જાણ થતાં ભાજપના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિહં જાડેજા ઉર્ફે હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. પિતાએ ‘ કેમ નાપાસ થઇ ?’ એમ કહેતાં લાગી આવતાં પુત્રીએ આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

જમાનગર શહેરમાં ચકચાર જગાવનારા આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જામનગર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-4 માં જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા રહે છે. વિજયસિંહ જેઠવાની 17 વર્ષની પુત્રી પ્રતીક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારને જાણ થતાં તેને તાકીદે જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવની જાણ થતાં સિટી બી પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે પ્રતિક્ષાબા ધોરણ 12 કોસર્સમાં અભ્યાસ કરતી હતી પણ તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થઇ હતી. તેના પિતાએ પરીક્ષામાં કેમ નાપાસ થઇ એમ કહેતાં તેને લાગી આવ્યું હતું અને તેણે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. 

 

IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'

India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર

Rajkot: સિટી બસે ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ PSIનું નિધન, રજા હોવાથી બહાર નિકળ્યા ને મોત આંબી ગયું...

લાલુપ્રસાદનો પુત્ર તેજસ્વી આજે ક્રિશ્ચિયન યુવતીને પરણશે, જાણો કોણ છે આ યુવતી ? તેજસ્વી સાથે કઈ રીતે થયો પરિચય ?