માતા પિતા વિરુદ્ધ જઈને લવ મેરેજ કરનારી યુવતીની આ હાલતમાં મળી લાશ, જાણો શું છે મામલો?
નગર પોલીસ સ્ટેશને લાશનો કબ્જો લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ ઈન્સપેક્ટર જણાવ્યું કે, મૃતકે પોતાના કથિત પ્રેમી પતિ કૃણાલ પર ફરિયાદ નોંધાવી છે. પોલીસ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેગુસરાય: બિહારમાં માતા-પિતા વિરુદ્ધ જઈને પ્રેમી સાથે લગ્ન કરનારી એક યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતીની હત્યા કરીને ખેતરમાં દાટેલી લાશ સોમવારે મળી આવી હતી. જ્યારે યુવતીની લાશને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેની ઓળખ 22 વર્ષની પ્રિયંકા કુમારી તરીકે થઈ હતી. પ્રિયંકાએ બે મહિના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને તેના પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી હતી.
પ્રેમી પતિ કૃણાલ અને તેના પરિવારજનો પણ પ્રિયંકાને રાખવા તૈયાર નહતા. પ્રિયંકાની હત્યા મારઝૂડ કરીને ગળુ દબાવવાથી થઈ છે. લાશ જ્યાં દાટવામાં આવી હતી તે જગ્યા પ્રિયંકાના પીયર અને સાસરી કરતા અંદાજે દોઢ કિલોમીટર દૂર છે. જો કે પ્રિયંકાના પરિવારજનોએ હાલ તો કોઈના પર આરોપ નથી લગાવી રહ્યા પરંતુ કૃણાલ સાથે લગ્ન અને તેના પર પ્રિયંકાએ કેસ કર્યો હોવાનું ચોકક્સ કહી રહ્યાં છે.
પ્રિયંકાને ડિસેમ્બર 2017માં કૃણાલના બીજા લગ્ન વિશેની માહિતી મળી હતી. ત્યારે પ્રિયંકાએ મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં દહેજ, હત્યાની ધમકી આપવી અને યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી. માનવામાં આવે છે કે, આ પોલીસ ફરિયાદના કારણે જ કૃણાલના બીજા લગ્ન રોકવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયંકાએ તેના જ ગામના કૃણાલ કુમાર સાથે ઘરના લોકો સાથે ઝધડો કરીને ઓગસ્ટ 2017માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને કૃણાલે રાંચીના એક પહાડી મંદીરમાં લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 2017 સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. ત્યાર બાદ કૃણાલે તેને છોડી દીધી હતી અને ડરાવવાનું અને ધમકાવાનું શરૂ કરી દીધું હતું. સાસરીવાળા પણ રાખવા તૈયાર નહતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -