હળવદ: ડમ્પર પાછળ કાર ઘૂસી, પતિ-પત્ની સહિત 3નાં મોતથી અરેરાટી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહળવદ: માળિયા-કચ્છ હાઇવે પર હળવદ નજીક પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં કારના ડ્રાઇવર સહિત ત્રણના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપાલધામ મંદિર પાસે ડમ્પરની પાછળ રાપ ધડાકાભેર ઘૂસી જતાં ડ્રાઇવર અને કારમાં બેઠેલા પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ અકસ્માતમાં ઇનોવા કારના ડ્રાઇવર, કંડલા પોર્ટ પર જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં જોસેફ ચાકો(ઉ.વ.54) અને તેમના પત્નીનું મોત થયું છે. અકસ્મતા થતાં આસપાસથી દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતને કાણે થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને 108 મારફત ત્રણેયના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ અકસ્માતમાં કારનો ખૂરદો બોલી ગયો છે. મળતી વિગતો પ્રમાણે રોડ પર પડેલા ડમ્પર પાછળ ઇનોવા કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -