Jobs 2022: આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક  હાંસલ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને મહત્તમ ₹૩.૦૦ લાખનું પેકેજ મળેલ છે, જયારે ગયા વર્ષે મહતમ પેકેજ ₹૩.૦૦ લાખ અને સરેરાશ ₹1.76 લાખનું પેકેજ મેળવેલ હતું. આ વર્ષે કુલ 28 કંપનીઓ દ્વારા 37 વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અને 20 કંપનીઓ દ્વારા 27 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ દરમિયાન પસંદગી કરવામાં આવી હતી. કુલ 45 ઇન્ટર્નશિપ ઓફર અને 31 જોબની ઓફર વિદ્યાર્થીઓને મળી હતી.


ઈન્ટર્નશિપ દરમિયાન સ્ટાઈપેન્ડ


ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ પેટે દર મહિને મહત્તમ ₹12૦૦૦ અને સરેરાશ ₹ 3500 ચૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને એક થી વધુ જોબ અને ઇન્ટર્નશિપ ઓફર થઇ હતી. કોલેજના પ્રિન્સીપાલ અને ડીન, ર્ડા. ડી. આર. કથિરિયા અને પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર ર્ડા. એમ. પી. રાજએ જણાવ્યું હતું કે, વર્ષ 2008માં સ્થપાયેલી આ સંસ્થાએ વર્ષ પ્રતિ વર્ષ પ્લેસમેન્ટમાં વધારો કરેલ છે અને છેલ્લા 2 વર્ષથી 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. કોલેજ IIRS (ISRO), દેરાદૂન નું કો-ઓર્ડીનેટીંગ ઇન્સ્ટિટ્યૂટ છે એટ્લે વિદ્યાર્થીઓને રિમોટ સેન્સિંગ અને GIS ની જોબ તેમજ મસ્ટેર્સ માટે મદદરૂપ થાય છે.


કોલેજના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ મેળવી શકે છે એડમિશન


કોલેજના વિદ્યાર્થીઓ આઇ.સી.ટી., નેધરલેન્ડ એકસીલેન્સ સ્કોલરશીપ પ્રોગ્રામ (ICT-EPS) અંતર્ગત એડમિશન મેળવે છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. કે. બી. કથિરિયા તથા સંશોધન નિયામક અને ડીન પી. જી. ર્ડા. એમ. કે. ઝાલાએ પણ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને પ્લેસમેંટની કામગીરીને બીરદાવી છે.


એડમિશન માટે અહીં કરો સંપર્ક


આ કોર્ષ માટેની વધુ જાણકારી www.aau.in તથા એડ્મિશન માટે www.gsauca.in વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે.


આ પણ વાંચોઃ


Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી


Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક


Education Loan Information:

Calculate Education Loan EMI