Omicron Subvariant: ભારતમાં કોરોનાના નવો વેરિએન્ટ મળ્યો છે. દેશમાં ઓમિક્રૉન બીએ.4નો પહેલો કેસ સામે આવ્યો છે, જે હૈદરાબાદમાંથી મળ્યો છે. કોરોનાના ઓ વાયરસ આફ્રિકામાંથી આવેલા એક શખ્સમાં જોવા મળ્યો છે. કૉવિડ-19 જિનૉમિક સર્વિલન્સ પ્રૉગ્રામ દ્વારા આ વેરિએન્ટની આળખ કરવામાં આવી છે. આ વેરિએન્ટના મળ્યા બાદ વિશેષણોનુ કહેવુ છે કે દેશના અન્ય ભાગોમાં પણ આ વેરિએન્ટના કેસો મળી શકે છે.
જાણવા મળ્યુ છે કે, હૈદરાબાદ એરપોર્ટ પર એક આફ્રિકન શખ્સ આવ્યો હતો, જેનુ એરપોર્ટ પર જ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. આ શખ્સ 9 મેએ હૈદરાબાદ આવ્યો હતો અને 16 મેએ પાછો જતો રહ્યો હતો, જોકે, તે શખ્સની અંદર કોઇ લક્ષણો ન હતા મળ્યા, તો અધિકારીઓનુ એવુ કહેવુ છે કે ઓમિક્રૉન બીએ.4નો પહેલો કેસો આફ્રિકામાંથી મળ્યો હતો, અને જાન્યુઆરીના મહિનામાં મળ્યો હતો. આ પછી આ વર્ઝન ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાઇ ગયુ. એક ડઝન દેશોમાં પોતાનો કેર વર્તાવ્યા બાદ હવે આ વર્ઝન ભારતમાં પણ આવી ગયુ છ, ભારતમાં પણ આ વર્ઝનના ફેલાવવાની આશંકા વધી ગઇ છે.
ભારતમાં આ વેરિએન્ટથી કેટલો ખતરો -
ઓમિક્રૉનનુ આ વેરિએન્ટ એકદમ ખતરનાક બતાવવામાં આવી રહ્યું છે. આ ઇમ્યૂનિટીને કમજોર કરી દે છે. આફ્રિકામાં તબાહી પાછળ આ વેરિએન્ટનો હાથ હતો, તો વળી ભારતીય વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે ભારતમાં એક મોટી વસ્તીએ રસી લઇ લીધી છે અને તેનામાં એન્ટી બૉડી બની ચૂકી છે. હવે લોકોનું શરીર કોરોના સામે લડવામાં સક્ષમ થઇ ચૂક્યુ છે. એટલા માટે આ વેરિએન્ટની ભારતમાં વધારે અસર નહીં થાય.
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો