ગાંધીનગર: કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક યોજનાઓ અંતર્ગત અનુસૂચિત જનજાતિના‌ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૨- ૨૩માં શિષ્યવૃત્તિ સહાય મેળવવા ઓનલાઇન‌ અરજી કરવાની મુદ્દત તા.૧૩ જુલાઈ-૨૦૨૩ સુધી લંબાવાઈ છે.


કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક યોજનાઓ અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૨-૨૩માં શિષ્યવૃત્તિ સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવાની મુદ્દત તા. ૧૩ જુલાઈ ૨૦૨૩ સુધી લંબાવવાનો વિદ્યાર્થીના હિતમાં મહત્વનો નિર્ણય કરાયો છે. આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મુળ ગુજરાતના ધોરણ ૧૧-૧૨, ડિપ્લોમાં, આઇ.ટી.આઇ, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહારના માન્યતા પ્રાપ્ત ઉચ્ચતર માધ્યમિક  શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/આઈ.ટી.આઈ સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની થતી હતી. 


આ પ્રક્રિયામાં જે વિદ્યાર્થીઓ કોઇ કારણોસર ઓનલાઈન અરજી કરી શક્યા નથી અથવા રજિસ્ટ્રેશન કરાવેલ અરજીને આગળની કાર્યવાહી માટે મોકલી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ-સહાય યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તે હેતુથી વર્ષ ૨૦૨૨-૨૩ માટે આખરી તકના ભાગ  રૂપે તા.૧૫ જૂનથી ૧૩ જુલાઈ-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in ખુલ્લું મુકવામાં આવ્યું છે. 


બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક પણ પહેલા જાણે સિલેક્શન પદ્ધતિ


 IBPS RRBએ 8000થી વધુ જગ્યાઓ પર ભરતી કરી છે. તેવી જ રીતે SBIથી IDBI સુધીની ઘણી બેંકોમાં નોકરીઓ બહાર આવી છે. તેમના માટે પસંદગીની પ્રક્રિયા અલગ છે પરંતુ એક વાત સામાન્ય છે કે પ્રથમ તબક્કાની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા જ કરવામાં આવશે. દરેક બેંકના નિયમોમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ વ્યાપક રીતે આ પરીક્ષાઓની તૈયારી આ રીતે કરી શકાય છે.


સૌથી પહેલા અભ્યાસક્રમ પર નાખો નજર


કોઈપણ બેંક માટે અરજી કરી હોય તો સૌથી પહેલા જુઓ કે તેનો અભ્યાસક્રમ શું છે. ત્યાર બાદ વિભાગ અનુસાર, જુઓ કે કોને કેટલું વેઇટેજ આપવામાં આવ્યું છે. તે મુજબ ટાઈમ ટેબલ બનાવો અને તૈયારી શરૂ કરો. જે વિભાગમાંથી વધુ પ્રશ્નો આવવાના હોય તેને વધુ વેઇટેજ આપો.


મોક ટેસ્ટ આપો અને સમયની અંદર પેપર પૂરૂ કરો









ટેસ્ટ સિરિઝ કરી શકે છે મદદ


જ્યારે તૈયારી એક સ્તર પર પહોંચી જાય તો તે પછી ટેસ્ટ સિરિઝ સોલ્વ કરો. ગત કેટલાક વર્ષના પ્રશ્નપત્રને તપાસો અને કયા પ્રકારના પ્રશ્નો વધુ પૂછવામાં આવ્યા છે તે જોવા માટે પેપર પેટર્ન તપાસો. ટાઈમ-ટેબલ બનાવીને દિવસોનું વિભાજન કરો અને નક્કી કરો કે કયા વિભાગને કેટલો સમય કે મહત્વ આપવું.


ઈન્ટરવ્યુમાં આ વાતોનું રાખો ધ્યાન 


જ્યાંથી કોલ આવ્યો હતો તે બેંકની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ જાણો અને પછી જ આગળ વધો. આ સાથે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, RTGS, ફુગાવો વગેરે જેવા બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલાક સામાન્ય શબ્દો વિશે જાણો. બેંક ઈન્ટરવ્યુમાં જનરલ નોલેજ અને કરંટ અફેર્સ સંબંધિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. તમારી તૈયારીની ખાતરી કરો. બેંક સમાચાર અને નાણાં સંબંધિત સમાચારો પર વિશેષ ધ્યાન આપો. અંગ્રેજી સમાચાર પત્રો વાંચવું વધુ સારું રહેશે.


Education Loan Information:

Calculate Education Loan EMI