Teacher Recruitment 2022: અરુણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (APPSC) એ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (TGT) ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 77 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ appsc.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 માર્ચ 2022 છે.


પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (TGT) ની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે B.Ed સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં બીજા વર્ગની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની સંપૂર્ણ વિગતો માટે ઉમેદવારો નોટિફિકેશન જુઓ.


પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (TGT) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે APSTએ 150 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. અન્ય ઉમેદવારોએ અરજી ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને 47,600 થી 1,51,100 રૂપિયા સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર નોફિકેશનમાંથી અરજી ફી અને પગાર ધોરણ વિશેની સંપૂર્ણ માહિતી ચકાસી શકે છે.


રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ appsc.gov.in પર જઇને 11 માર્ચ 2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે કમિશનની વેબસાઈટ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. અરજી કરતા પહેલા ઉમેદવારે સત્તાવાર નોફિકેશન વાંચવું જરૂરી છે.


 


જલદીથી કરી દો આ કામ, નહીં તો આ વખતે PM Kisan Samman Nidhiનો હપ્તો નહીં પડે તમારા ખાતામાં, જાણો શું કરવાનુ છે....


અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત


WhatsAppમાં તમારા મેસેજને બનાવવા છે સ્ટાઇલિશ તો ફટાફટ ફોલો કરો આ ટિપ્સ, શીખો આ Hidden Feature વિશે.........


અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા, એજન્ટોએ કોલકાત્તા લઈ ગયા ને પછી તો જે કર્યું તે વાંચીને ચોંકી જશો


Education Loan Information:

Calculate Education Loan EMI