PGVCL Recruitment 2022: જો તમે ગુજરાતમાં જ એક સારી સરકારી નોકરી મેળવવા માંગો છે અને આ માટે તમે તૈયારી કરી રહ્યાં છો, તો તમારા એક શાનદાર સરકારી નોકરીની તક સામે આવી છે. સરકારી નોકરીની (Sarkari Naukri) શોધ કરી રહેલા ઉમેદવારો માટે હાલમાં ગુજરાતમાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)માં બમ્પર ભરતી બહાર પડી છે.
PGVCLમાં હાલમાં જુદી જુદી ભરતી માટે કુલ 77 જગ્યા માટે જાહેરાત બહાર પડી છે. નોકરી માટેનું નોટિફીકેશન પીજીવીસીએલની સાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. ઉમેદવારો આ નોકરી માટે નોટિફીકેશન અને શૈક્ષણિક યોગ્યતા વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 6-4-2022 છે.
PGVCL Recruitment ખાલી જગ્યા : આ ભરતીમાં કુલ 87 જગ્યા છે. જેમાં વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની 57, ડે.સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટન્ટ્સની (ફક્ત એસટી કેટેગરી) માટે 27, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની 03 (ફક્ત એસઈબીસી) કેટેગરી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આમ ઉપરોક્ત બે નોકરીઓ ફક્ત અનામત કેટેગરી માટે છે બાકીને જુનિયર આસિસ્ટન્ટની ભરતી તમામ કેટેગરીના ઉમેદવારો માટે છે.
PGVCL Recruitment : શૈક્ષણિક લાયકાત -
વિદ્યુત સહાયત (જુનિયર આસિસ્ટન્ટ) આ 57 જગ્યાની ભરતી માટે ઉમેદવારો બીએ.બીકોમ. બીએસસી. બીસીએ અથવા અન્ય કોઈ પણ સ્નાતક કોર્સ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અંતિમ વર્ષના ઓછામાં ઓછા 55 ટકા સાથે કરેલો હોવો જોઈએ.
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ (ST) આ 27 જગ્યાની ભરતી માટે એસટી ઉમેદવારોએ સીએ/આઈસીડબલ્યુએ/ એમ.કોમમાંથી કોઈ એક વિષય સાથે ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કર્યુ હોવું અનિવાર્ય છે.
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) : આ ભરતી માટે કુલ 03 એસઈબીસીની જગ્યા છે. જેના માટે ઉમેદવારોએ બીઈ-ઈલેક્ટ્રિકલ, બી.ટેક ઈલેક્ટ્રિકલ સાતમાં અને આઠમાં સેમેસ્ટરમાં 55 ટકા માર્ક્સ સાથે પાસ કર્યુ હોવું જરૂરી છે.
PGVCL Recruitment: પસંદગી પ્રક્રિયા -
આ નોકરી માટે ત્રણેય પોસ્ટની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. નોકરી માટે જુદા જુદા વિષયો સાથેની પરીક્ષા લેવાશે જેની માહિતી નોટિફીકેશનમાં આપવામાં આવી છે. ઉમેદવારોએ નોટિફિકેશન ખાસ વાંચવું અને તેના આધારે તૈયારી કરવી
નોકરીની ટૂંકી વિગતો-
જગ્યા | 87 |
શૈક્ષણિક લાયકાત | ગ્રેજ્યુએટ/બીઈ/સીએ/આઈસીડબલ્યુએ/ એમ.કોમમાં |
પસંદગી પ્રક્રિયા | સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા |
અરજી ફી | 250/500 રૂપિયા તમામ પોસ્ટ માટે અલગ અલગ |
અરજી કરવાની અંતિમ તારીખ | 6-4-2022 |
વિદ્યુત સહાયત (જુનિયર આસિસ્ટન્ટ)ની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ (ST)ની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) ની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
PGVCL Recruitment: પગાર -
વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની પોસ્ટ માટે 5 વર્ષના ફિક્સ પગારથી નોકરી શરૂ થશે જેમાં પહેલાં વર્ષે 17,500, બીજા વર્ષે 19,000, ત્રીજીથી પાંચમાં વર્ષ 20,500 પગાર મળશે. ત્યારબાદ ઉમેદવારોને 25,000થી 55,800 સુધીના સ્કેલમાં પગાર મળશે.
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સની પોસ્ટ માટે પગારની શરૂઆત 37,500થી થશે અને તે સરકારી નિયમ મુજબ 81,100 રૂપિયાના ગ્રેડ સુધી મળી શકશે.
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર)ની પોસ્ટ માટે પહેલા વર્ષે 37,000 અને ત્યારબાદ બીજા વર્ષથી પાંચમા વર્ષ સુધી 39,000 પગાર મળશે.
PGVCL Recruitment: અરજી ફી -
વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) માટે સામાન્ય એસઈબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો મમાટે 500 રૂપિયા અને એસટી, એસસી, પીડબલ્યુડી ઉમેદવારો માટે 250 રૂપિયા
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સની ભરતીના ઉમેદવારો માટે 250 રૂપિયા-
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર)ની પોસ્ટમ ાટે 500 રૂપિયા જેમાં પીડબલ્યુડી ઉમેદવારો માટે 250 રૂપિયા રિફન્ડેબલ છે.
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર
Education Loan Information:
Calculate Education Loan EMI