ECIL Recruitment: ECIL એટલે કે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઈલેક્ટ્રિશિયન અને ફિટરની જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારો પાસે 2 વર્ષનું ITI પ્રમાણપત્ર હોવું જોઈએ.


કેટલી જગ્યા પર કરાશે ભરતી


આ ભરતી હેઠળ જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 01 એપ્રિલ 2022થી શરૂ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 1625 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકની 814, ઈલેક્ટ્રિશિયનની 184 અને ફિટરની 627 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે અને આ ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં.


કેટલો પગાર મળશે


આ ભરતીની જગ્યાઓ માટે, ઉમેદવારો 11 એપ્રિલ 2022 સુધીમાં ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે અને આ જગ્યાઓ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને પહેલા વર્ષે 20,480 રૂપિયા, બીજા વર્ષે 22,528 રૂપિયા અને ત્રીજા વર્ષે 24,780 રૂપિયાનો પગાર આપવામાં આવશે.


શૈક્ષણિક લાયકાત


અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક/ઇલેક્ટ્રિશિયન/ફિટરના વેપારમાં ITI (2 વર્ષ) હોવું જોઇએ. વધુમાં, એક વર્ષની એપ્રેન્ટિસશીપ (કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા જારી કરાયેલ NAC). પસંદ કરેલા ઉમેદવારો ECIL (આખા ભારતમાં)ની કોઈપણ ઓફિસ અને તેના ગ્રાહકોની સાઇટ્સ પર એપોઇન્ટમેન્ટ મેળવી શકે છે. ITI માં 1:4 ના ગુણોત્તરમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ઈમેલ દ્વારા હૈદરાબાદ ખાતે દસ્તાવેજ સબમિશન માટે આમંત્રિત કરવામાં આવશે.


આ પણ વાંચોઃ


IPL 2022, KKR vs PBKS: શાહરૂખ આઉટ થતાં જ ખુશીની નાચી ઉઠી સુહાના ખાન, અનન્યા પાંડેએ આપ્યું આવું રિએકશન, જુઓ વીડિયો


Horoscope 2 April 2022: આજથી ચૈત્ર નવરાત્રિ, આ રાશિના જાતકો પર વરસશે માતા દુર્ગાની કૃપા, જાણો રાશિફળ


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1260 નવા કેસ નોંધાયા, 83 સંક્રમિતોના મોત


SBI News: SBI ડેબિટ કાર્ડનો પિન ગણતરીની મિનિટમાં ઘરે બેઠા આ રીતે બનાવો, ફોલો કરો આ સરળ સ્ટેપ


Education Loan Information:

Calculate Education Loan EMI