Gujarat Education News: રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફસન્સ યોજી હતી. જેમાં મોટી જાહેરાતો કરવામા આવી.  તેમણે કહ્યું આચાર્ય સહિત ત્રણના મહેકમમા શિક્ષણને અસર થતી હતી. આવી શાળાઓમા એક શિક્ષક વધારે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આચાર્ય સહિત ચારનુ મહેકમ મળશે. સંચાલક મંડળ તથા બધાજ સંગઠનો સાથે ચર્ચા કરી નિર્ણય કરાયો છે. એમના આર્થિક અને સર્વિસ બાબતોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છીએ, જેના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના પરીવારમા દિવાળી હશે.


આચાર્યને એલટીસીના લાભ મળશે. ફિક્સ પગારમાં નિમણૂક પામેલ માધ્યમિક શિક્ષણના શિક્ષણ સહાયક, વહિવટી સહાયક સહિતના ૩૯૦૦ કર્મચારીઓને સળંગ નોકરી ગણાશે. શિક્ષકો વધારાનો સમય આપે અને વાલીઓની સંમતી સાથે વિધ્યાથીઓને ભણાવવાની ખાતરી મળી છે. નોન ટીચિંગ સ્ટાફની બઢતી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી શરતી બઢતી અને ભરતીનો નિર્ણય કર્યો છે


HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં  


H mat   આચાર્યની ભરતી અંગેની જાહેરાત બે મહિનામાં કરવામાં આવશે. સાતમા પગાર પંચની બાકીના હપ્તા છે એ પણ ઝડપથી અપાશે. સરકારી શાળાઓમા કેટલીક બાબતો મળી ચુકી છે, કેટલીક બાબતો બાકી છે એ પણ થઈ જશે. શિક્ષકોની વર્ષોથી જે માંગણીઓ હતી તે પૂર્ણ થઇ છે.


આ પણ વાંચોઃ


Coronavirus:  સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે,  રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો


Schools Summer Vacation 2022: હીટવેવના કારણે આ રાજ્યોએ સમય પહેલા જ જાહેર કર્યુ ઉનાળુ વેકેશન. સ્કૂલોના સમયમાં બદલાવ


LIC IPO Share Listing: એલઆઈસી આઈપીઓના નબળાં લિસ્ટિંગથી સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપુર, લોકોએ કહ્યું- ડર કા માહોલ હૈ, જુઓ મીમ્સ


Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ  ? જાણો શું છે હકીકત


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


Education Loan Information:

Calculate Education Loan EMI