GPCB Jobs: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મુખ્યમંત્રી એપ્રેંટિસશિપ યોજના અંતર્ગત  એપ્રેંટિસના પદો પર અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ gpcb.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 42 પદ પર ભરતી કરાશે. અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ છે.


કેટલી કરાશે ભરતી



  • ગ્રેજ્યુએટ એપ્રેંટિસ – 21 પદ

  • ટેકનિશિયન એપ્રેંટિસ – 21 પદ


લાયકાતના ધોરણ



  • અધિકૃત સૂચનામાં જણાવ્યા મુજબ ઉમેદવારોએ સંબંધિત શાખામાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.

  • .બાયો-ટેક્નોલોજી-B.Tech ઇન બાયો-ટેક્નોલોજી અથવા BE-ડિપ્લોમા ઇન બાયો-ટેક્નોલોજી.

  • કેમિકલ એન્જિનિયરિંગ-કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech અથવા BE-ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ.

  • સિવિલ એન્જિનિયરિંગ-સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech અથવા BE-ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ

  • પર્યાવરણીય પ્રદૂષણ અને નિયંત્રણ એન્જિનિયરિંગ-B.Tech in Environmental Pollution and Control Engineering અથવા BE-Diploma in Environmental Pollution and Control Engineering.

  • ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જી.-બી.ટેક ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જી. અથવા બી.ઇ- બી.ટેક અથવા બી.ઇ. ડિપ્લોમા ઇન

  • મરીન એન્જિનિયરિંગ- મરીન એન્જિનિયરિંગમાં B.Tech અથવા B.E.


જાણો કેટલું મળશે સ્ટાઈપેન્ડ


ઉમેદવારોને રૂ. 9000/- આપવામાં આવશે.


કેવી રીતે અરજી કરવી તે જાણો


ઉમેદવારોએ અરજી ફોર્મની કોઈપણ હાર્ડ કોપી સંસ્થાને મોકલવાની જરૂર નથી. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે પૂર્ણ કરેલ ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ રાખો, જે જો શોર્ટલિસ્ટ કરવામાં આવે તો દસ્તાવેજ ચકાસણી સમયે સ્વ-પ્રમાણિત સહાયક દસ્તાવેજો જેમ કે વય પુરાવા, લાયકાત વગેરે સાથે સબમિટ કરવી જોઈએ.


Education Loan Information:

Calculate Education Loan EMI