કલોલઃ ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઇ છે. પોલીસના મતે હત્યા અન્ય કોઇએ નહી પરંતુ તેના પૂર્વ પતિએ જ કરી હતી. છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારી યુવતીની જાહેરમાં હત્યા કરી હતી. મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનતા હેમાએ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા.
જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. અને ગઈકાલે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ કરી સરપંચની હત્યા
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના ગૌસીબુગ પટ્ટન વિસ્તારમાં આતંકીઓ દ્વારા સરપંચની હત્યા કરવામાં આવી છે. સરપંચની ઓળખ મંજૂર અહેમદ બાંગરૂ તરીકે થઈ છે, જે મોહમ્મદ સાદિકના પુત્ર છે. ગોશબુગ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારી આતંકીઓ એ તેમના પર ગોળીબાર કર્યો હતો. તેને તાત્કાલિક અહીંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સરપંચ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બારામુલ્લાના ગૌસીબુગ પટ્ટન વિસ્તારમાં આતંકીઓ દ્વારા સરપંચની હત્યા કરવામાં આવી તે ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “ હું સરપંચ મંજૂર અહેમદ બાંગરુ પર થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને સજા થશે. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”
IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે
બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો