Punjab News: પંજાબમાં ભગવંત માન સરકારને એક મહિનો પુરો થઇ ગયો છે. આ દરમિયાન સરકાર તરફથી લોકોને મોટી રાહત આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં દરેક ઘરને 300 યૂનિટ સુધી મફત વીજળી આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. 


પંજાબ વિધાનસભામાં જીત બાદ આમ આદમી પાર્ટીની સરકારને એક મહિને પુરો થઇ ગયો છે, હવે આપ સરકાર પુરેપુરી એક્શનમાં આવી રહી છે, સરાકરે કરેલા વાયદાને એકપછી એક પુરા કરવા માટેની શરૂઆત કરી દીધી છે. આપે ચૂંટણી પહેલા રાજ્યમાં 300 યૂનિટ ઘરેલુ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, હવે તેને મુખ્યમંત્રી ભગવંત માને પુરો કર્યો છે. 


રાજ્ય સરકારે પોતાના 30 દિવસનો કાર્યકાળ ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબમાં 1લી જુલાઇથી 300 યૂનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. જોકે હજુ મફત વીજળીને લઇને ભગવંત માન તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન નથી આવ્યુ. પહેલા ભગવંત માને દાવો કર્યો હતો કે તે 16 એપ્રિલે પંજાબની જનતા માટે એક મોટુ એલાન કરશે. 


29 જૂન, 2021એ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે 300 યૂનિટ મફત વીજળીની સાથે જુના ઘરેલુ બીલો પરની ચડેલી રકમને માફ કરી દેવામાં આવશે. રાજ્ય પહેલાથી જ કૃષિ ક્ષેત્રને મફતમાં વીજળી આપે છે.




 


આ પણ વાંચો........ 


ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”


Varanasi : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું આપ્યો આદેશ


ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર


કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ


ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો