UGC Programme: આ વખતે એન્જિનિયરિંગ સંસ્થામાં એડમિશન લેવા માટે યોજાનારી સંયુક્ત પ્રવેશ પરીક્ષા હવે વિશ્વ લેવલે યોજાવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે અમેરિકા, વિયેટનામ સહિત 25 દેશોમાં આયોજિત કરવાની યોજના બનાવી છે. આ પહેલા ભારત સરકારના સહયોગતી આઈઆઈટી-જેઈઈ પરીક્ષા 12 દેશોમાં આયોજિત કરાઈ હતી. કુઆલાલંપુર અને લાગોસમાં આ પરીક્ષા ગત વર્ષે યોજાઈ હતી.


કયા દેશોમાં યોજાશે પરીક્ષા


આ વખતે  જે દેશોમાં પરીક્ષા યોજાશે તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, ચીન, નેપાળ, ઈન્ડોનેશિયા, મલેશિયા, બેહરીન, કુવૈત, કતાર, સંયુક્ત અરબ અમીરાત સહિત અન્ય દેશો છે. જો સીટોની વાત કરવામાં આવે તો આશરે 3900 અંડર ગ્રેજ્યુએટ માટે સીટ ઉપલબ્ધ હશે. જ્યારે 1300 સીટ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એનઆઈર, ભારતીયો અને વિદેશી નાગરિકો માટે ઉપલ્બધ કરાવાશે. આ સીટો દેશની ટોપ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં રિઝર્વ રખાશે.


આઈઆઈટીમાં નહીં થાય લાગુ


વિદેશી સ્ટુડન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટ તથા અન્ય સંસ્થામાં એડમિશન લઈ શકશે. જેમાં ટ્રિપલ આઈટી અને એનઆઈટી પણ સામેલ કરાયા છે. પરંતુ આઈઆઈટીમાં આ વ્યવસ્થા લાગુ નહીં થાય.


હાલ દેશની તમામ આઈઆઈટી સંસ્થાઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે. જાણકારી મુજબ શિક્ષણ મંત્રાલય ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને સ્ટુડન્ટ્સને અલગ-અલગ વિષયો ઉપલબ્ધ કરાવી શકે તેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના સંપર્કમાં છે. તેની પહેલ કરતાં 63 દેશોમાં ભારતીય રાજદૂતોનો સંપર્ક કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો......... 


જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ


કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત


જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું


Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી


Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક


Education Loan Information:

Calculate Education Loan EMI