KVS Class 1 Admission List 2022: દેશ અને વિદેશમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયોમાં વર્ષ 2022-23 માટે ધોરણ I માં પ્રવેશ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓની યાદી બહાર પાડવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ અગાઉ ઓનલાઈન લોટરી મારફત ધોરણ I માં પ્રવેશ માટે લાયક વિદ્યાર્થીઓના નામની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં જે માતા-પિતાએ કેન્દ્રીય વિદ્યાલયોમાં તેમના બાળકના પ્રવેશ માટે ફોર્મ ભર્યું છે તેઓ KVSની સત્તાવાર વેબસાઇટ kvsangathan.nic.in પરથી તેમના બાળકનું નામ ચકાસી શકે છે.


KVS ધોરણ 1માં પ્રવેશ મળ્યો કે નહીં આ રીતે ચેક કરો


માતાપિતાએ પ્રવેશ સૂચિમાં તેમના બાળકનું નામ તપાસવા માટે પ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને પછી હોમ પેજ પર જ આપેલ જાહેરાત વિભાગમાં આપેલ સંબંધિત લિંક પર ક્લિક કરવું પડશે. આ પછી, નવા પેજ પર માતાપિતાએ ડ્રોપડાઉન લિસ્ટમાંથી તેમના રાજ્ય અને કેન્દ્રીય વિદ્યાલયને પસંદ કરવાની રહેશે.જે બાદ શાળામાં પ્રથમ વર્ગમાં પ્રવેશ માટે પ્રથમ સૂચિ ખુલશે, જેમાં વાલીઓ તેમના બાળકનું નામ શોધી શકશે.


બીજું લિસ્ટ ક્યારે આવશે


કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા તાજેતરમાં 27 એપ્રિલ 2022 ના રોજ જાહેર કરાયેલ પ્રથમ વર્ગમાં પ્રવેશના સુધારેલા સમયપત્રક અનુસા, ધોરણ 1 માં પ્રવેશ માટેનું બીજું લિસ્ટ 6 મેના રોજ અને ત્રીજું લિસ્ટ 10 મે 2022ના રોજ જાહેર કરવામાં આવશે. વાલીઓએ નોંધ લેવી જોઈએ કે કોઈપણ કેન્દ્રીય વિદ્યાલય માટે બીજી યાદી ત્યારે જ જારી કરવામાં આવશે જો પ્રથમ યાદીમાંથી પ્રવેશની પ્રક્રિયા બાદ બેઠકો ખાલી રહે. તેવી જ રીતે બીજી યાદીમાંથી પ્રવેશ મેળવ્યા બાદ બાકી રહેલી બેઠકો માટે જ ત્રીજી યાદી બહાર પાડવામાં આવશે.


આ પણ વાંચોઃ


Demat Account Opening:  LIC IPO ના કારણે ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું ઘોડાપૂર ! જાણો વિગત


C.R. પાટીલે કેજરીવાલને ખાલિસ્તાનવાદીઓના સમર્થક ગણાવતાં કેજરીવાલે શું આપ્યો જવાબ ?


IPL 2022: જાડેજાને કેપ્ટન બનાવવા વિશે ધોનીએ શું કર્યો મોટો ધડાકો


Coronavirus: દેશના આ જાણીતા શહેરમાં કોરોનાના કેસ વધતાં 31 મે સુધી લાગુ કરાઈ કલમ 144, જાણો વિગત


ITR Form: ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઈલ કરવા અપડેટેડ ફોર્મ કર્યુ નોટિફાઈ, જાણો કોના માટે છે અને શું હશે ખાસ


Education Loan Information:

Calculate Education Loan EMI