= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ શિક્ષકને આપી ટિપ્સ આજે પણ આપણો વિદ્યાર્થી તેના શિક્ષકના શબ્દોને ખૂબ મૂલ્યવાન માને છે. લાકડી વડે અનુશાસનનો માર્ગ પસંદ કરવાને બદલે સ્વભાવનો માર્ગ પસંદ કરવો જોઈએ. જો આપણે આત્મીયતાનો માર્ગ પસંદ કરીશું તો જ ફાયદો થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિક્ષકો માટે PMની ટિપ્સ અમારા શિક્ષકો વિદ્યાર્થીઓ સાથેનો લગાવ જેટલો વધારશે તેટલું સારું રહેશે. જ્યારે કોઈ વિદ્યાર્થી તમને પ્રશ્ન કરે છે, ત્યારે તેનો હેતુ તમારા જ્ઞાનની ચકાસણી કરવાનો નથી. વિદ્યાર્થીની જિજ્ઞાસા તેમની સૌથી મોટી સંપત્તિ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા છે - પીએમ મોદી PM મોદીએ કહ્યું વિશ્વની સૌથી જૂની ભાષા ધરાવનાર દેશને ગર્વ હોવો જોઈએ. યુએનમાં મેં તમિલ ભાષાને લગતી કેટલીક બાબતો જાણીજોઈને કહી કારણ કે હું દુનિયાને બતાવવા માંગતો હતો કે આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એક પરીક્ષાને કારણે જીવન સ્ટેશન પર અટકતું નથી - પીએમ મોદી આપણે દિવસ-રાત સ્પર્ધાની ભાવનામાં જીવીએ છીએ. ચાલો આપણા માટે જીવીએ. તમારામાં જીવો. તમારા પ્રિયજનો પાસેથી શીખીને જીવો. દરેકને શીખવાની જરૂર છે, પરંતુ તમારી આંતરિક ક્ષમતા પર પણ ભાર મૂકવો જોઈએ. એક પરીક્ષાને કારણે જીવન એક સ્ટેશન પર અટકતું નથી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગેઝેટના ગુલામ બનીને ન જીવવું જોઈએ – પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું, પહેલા નક્કી કરો આપ સ્માર્ટ છો કે પછી ગેઝેટ સ્માર્ટ છે. ગેઝેટનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. ભારતીય સરેરાશ છ કલાક સ્ક્રીન પર વીતાવે છે. આ પ્રકારે ગેઝેટ આપણને ગુલામ બનાવી દે છે. આપણે ગેઝેટના ગુલામ બનીને જીવવું ન જોઈએ. જે કામનું છે તેટલા સુધી જ સીમિત રહેવું જોઈએ. ક્ષમતા ગુમાવ્યા વગર ક્ષમતા વધારવી તે દિશામાં પ્રયત્ન કરો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
માતાપિતાએ બાળકોને ટોકવા ન જોઈએ – પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું, સમૃદ્ધ લોકશાહી માટે આલોચના એક શુદ્ધીયજ્ઞ છે. આલોચના સમૃદ્ધ લોકશાહીની પૂર્વ શરત છે. આલોચના કરનાર કોણ છે તે મહત્વાનો મુદ્દો છે અને કોણ છે તે સમજવું જરૂરી છે. પોતાની આલોચના કરે છે તો તેને તમે પોઝિટિવ રીતે લો. આલોચના કરનારાઓથી દુર રહો. ઘરમાં આલોચના થતી નથી. આલોચના કરવા માટે માતા-પિતાએ ખૂબ જ અભ્યાસ કરવો પડે છે. તમામ પાસાઓનો માતાપિતાએ અભ્યાસ કરવો પડે છે. બાળકોને ટોકવા તે આલોચના નથી. માતાપિતાએ બાળકોને ટોકવા ન જોઈએ. બાળકોએ પોતાનું ફોક્સ ન છોડવું જોઈએ. આલોચના કરવા માટે ખૂબ જ મહેનત અને અધ્યયન કરવું પડે છે. વધુ પડતા લોકો આરોપ લગાવે છે, આલોચના નહીં. આરોપ અને આલોચન વચ્ચે ખૂબ જ મોટી ખીણ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોઇએ પણ પોતાને તિસમારખા સમજવાની જરૂર નથી – પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું, કોઈએ પણ પોતાને તિસમારખા સમજવાની જરૂર નથી. દરેક માતાપિતાએ પોતાના બાળકોમાં હિન ભાવના ઉભી ન થવા દેવી જોઈએ. સામાન્ય વ્યક્તિ અસામાન્ય કામ કરે છે ત્યારે નવી ઊંચાઈ પર પહોંચે છે. દરેકને પોતાની ક્ષમતા જાણવી જરૂરી છે. માતા-પિતાએ બાળકોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ. જ્ઞાનનો પ્રવાહ વહેંચનારા ગલીએ ગલીએ ઉપસ્થિત છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સ્માર્ટ વર્ક કરો – પીએમ મોદી પીએમ મોદીએ સ્માર્ટલી હાર્ડ વર્ક કરવું જરૂરી છે. કેટલાક લોકો હાર્ડ વર્ક કરે છે, કેટલાક લોકો સ્માર્ટ વર્ક કરે છે. પ્રથમ તો કામને ઝીવણટથી સમજવું જરૂરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
તમારી ક્ષમતાને ઓળખવાનો પ્રયાસ કરો - પીએમ મોદી તમારી અંદર જુઓ. આત્મનિરીક્ષણ તમારે તમારી ક્ષમતાઓ, તમારી આકાંક્ષાઓ, તમારા લક્ષ્યોને ઓળખવા જોઈએ અને પછી અન્ય લોકો તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખે છે તેની સાથે તેમને સંરેખિત કરવાનો પ્રયાસ કરો.- PM મોદી, પરિક્ષા પે ચર્ચામાં
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચોરીથી મેળવેલા માર્કસ પર ક્યારેક સવાલ ઉઠે છે – પીએમ મોદી પીએમ મોદીએ કહ્યુ, અત્યારે તો વિદ્યાર્થીઓ ચોરી કરવાની વાત ગર્વથી કરે છે. પરીક્ષામાં ચોરી કરવી સારી બાબત નથી. કેટલાક ટ્યુશન ક્લાસિસ નકલને વધુ મહત્વ આપે છે. નકલ કરનારા ખૂબ જ ક્રિએટીવ હોય છે, કેટલા લોકો નકલ કરવાના રસ્તાઓ શોધે છે. મહેનતું વિદ્યાર્થીઓને દુખ થાય છે. ચોરી કરનાર એક-બે પરીક્ષામાં પાસ થઈ શકે, પરંતુ જીંદગી ન બની શકે, ચોરીથી મેળવેલા માર્ક પર ક્યારેક તો સવાલ ઉઠે છે. મહેનત કરનારની મહેનત જીંદગીમાં રંગ લાવે છે. ચોરી કરનાર વ્યક્તિ ક્યારેક સફળ થાય પણ મહેનતનું ફળ કોઈ ન લઈ શકે. પરીક્ષા તો આવે ને જાય, આપણ જીંદગી જીવવી છે. આપણે શોર્ટકર્ટનો રસ્તો ન અપનાવવો જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પસંદગીના વિષયોની છેલ્લે તૈયારી કરો – પીએમ મોદી પીએમ મોદી વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં કહ્યું, સમય પર કામ ન કરવાથી દબાણ વઘે છે. તમને મુશ્કેલ લાગતા વિષયની પ્રથમ તૈયારી કરો. બાદમાં ઓછા મુશ્કેલ લાગતાં વિષયની તૈયારી કરો. તમારી પસંદગીના વિષયની છેલ્લે તૈયારીઓ કરો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટાઈમનું માઈક્રો મેનેજમેન્ટ કરો – પીએમ મોદી પીએ મોદીએ કહ્યું, કયા વિષયનો કેટલો સમય આપવો તેનું માઇક્રો મેનેજમેન્ટ કરો. દરેક માતાનું ટાઈમ મેનેજમેન્ટ સૌથી પરફેક્ટ હોય છે, સૌથી વધુ કામ માતા કરે છે પણ તેનું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હોય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
તણાવ મુક્ત અને ખુશ રહો - પીએમ મોદી પરીક્ષા પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ તણાવમુક્ત રહેવાનો પાઠ આપતા કહ્યું કે, તમારી જેમ આપણે પણ આપણા રાજકીય જીવનમાં તેનો ભોગ બનવું પડશે. ચૂંટણીના ઉત્કૃષ્ટ પરિણામો હંમેશા 'વધુ ઉત્તમ' હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી ચિંતા કરશો નહીં, ફક્ત તણાવ મુક્ત અને ખુશ રહેવાની સાથે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PMએ પરીક્ષા પર ચર્ચામાં ટિપ્સ આપી પરીક્ષા પરની ચર્ચા દરમિયાન વડાપ્રધાને વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં કહ્યું કે કાગળ, પેન, પેન્સિલ લો અને જ્યાં તમે તમારો સમય પસાર કરી રહ્યાં છો તેની ડાયરી પર નોંધ લો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાથી કાર્યક્રમમાં થયા સામેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના માંજલપુર આત્મીયધામ ખાતેથી કાર્યક્રમમાં જોડાયા હતા. મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પરીક્ષા પે ચર્ચા મારા માટે પણ પરીક્ષા -પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું, મને વિદ્યાર્થીઓના મનની વાત જાણવાની તક મળે છે. પરીક્ષા પે ચર્ચા મારા માટે પણ એક પરીક્ષા છે. લાખોની સંખ્યામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરતમાં પણ વિવિધ સ્કૂલોમાં પરીક્ષા પે ચર્ચા નું આયોજન સુરતમાં પણ વિવિધ સ્કૂલોમાં પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરાયું છે. ખરવરનગર સ્થિત બચકનિવાલા સ્કૂલમાં પણ આયોજન કરાયું છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કાર્યક્રમનો મુખ્ય હેતુ પરીક્ષાનો ભય વિદ્યાર્થીઓનો દૂર થાય તેવો સુઘડની આનંદ નિકેતન સ્કૂલમા ગાંધીનગરનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સૂઘડની આનંદ નિકેતન સ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચામાં હાજર છે. ગાંધીનગર જિલ્લાના પ્રભારીમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છેે. આ ઉપરાંત ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા ,ધારાસભ્યો તેમજ અધિકારીઓ હાજર છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ પરીક્ષાનો ભય વિદ્યાર્થીઓનો દૂર થાય તેવો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો PM મોદીએ તાલકટોરા સ્ટેડિયમ ખાતે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દરમિયાન એક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા' 2023ની 6ઠ્ઠી આવૃત્તિ. PM મોદીની વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથેની વાતચીત કરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સવારે 11 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બમણું રજિસ્ટ્રેશન ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પીએમ નરેન્દ્ર મોદીના માસ્ટર ક્લાસ માટે રજિસ્ટ્રેશન બમણું થયું છે.