ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની  મહત્ત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા પોલીસ કર્મચારીઓ  માટે 'ઇન્ટેલિજન્સ ટ્રેડક્ર્રાફ્ટ અને ડિસરપ્ટિવ એક્ટિવિટીઝમાં તેનો ઉપયોગ' વિષય પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. વિ. એસ. કે. કૌમુદી (આઈપીએસ), વિશેષ સચિવ, MHAના સંબોધન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

કૌમુદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "ફોરવોર્ન્ડ ઇઝ ફોરઆર્મડ" અને ભારતભરમાં કાર્યરત વિવિધ ઇન્ટેલિજેન્સ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે યુનિવર્સિટીને તેના પ્રયાસ માટે પ્રશંસા કરી, જે સમગ્ર રાષ્ટ્રમાં ઇન્ટેલિજેન્સ સંચાલકોની ક્ષમતાઓને સમૃધ્ધ બનાવવામાં ઘણી આગળ વધશે. તેમણે ઇન્ટેલિજેન્સ સમુદાય સમક્ષ અનેક પડકારોની સૂચિ આપી જેમાં સાયબર સ્પેસમાંથી ઉભરતા પડકારો અને ડેટા માઇનિંગનો સમાવેશ થાય છે.

અવધેશ માથુર, આઈ.પી.એસ. (નિવૃત્ત), સભ્ય, એનએસએબી અને આ કાર્યક્રમના આર્કિટેક્ટે જણાવ્યું કે વિહંગાવલોકન પૂરો પાડતી ઇન્ટેલિજેન્સના ક્ષેત્રમાં આ પહેલ માત્ર એક શરૂઆત છે અને આર.આર.યુ. સુરક્ષા એજન્સીઓ માટે વધુ વિસ્તૃત અને કસ્ટમાઇઝ્ડ પ્રોગ્રામ્સની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) બિમલ એન. પટેલે રાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓ માટે વિવિધ તાલીમ પ્રવૃત્તિઓ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આર.આર.યુ.ને આપેલા સક્રિય પ્રોત્સાહનનો આભાર માન્યો હતો. તેમણે એ વાતને પણ મહત્વ આપ્યું હતું કે ભાગ લેનારા પોલીસ કર્મચારી તાલીમ અને સંશોધન સંબંધિત કોઈ પણ પ્રકારની સહાયતા માટે યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે. તેમણે એમ.એચ.એ.ને ખાતરી આપી હતી કે આર.આર.યુ. ભારતની આંતરિક સુરક્ષા અને પોલીસ માટે સંસદ દ્વારા નિર્ધારિત દ્રષ્ટિ અને મિશનને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહીં.

Education Loan Information:

Calculate Education Loan EMI