RRB Group D Exam 2022 Date: રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ગૃપ ડી સીબીટી 1 પરીક્ષાની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તે અનુસાર, આરઆરબી ગૃપ ડી ભરતી પરીક્ષાનો પહેલો તબક્કો 17 ઓગસ્ટ 2022 થી 25 ઓગસ્ટ 2022 સુધી આયોજિત થશે. ઉમેદવાર અધિકારિક વેબસાઇટ rrbcdg.gov.in પર જઇને પરીક્ષા શિડ્યૂલ જોઇ શકે છે.
રેલવે દ્વારા આ પરીક્ષાનુ આયોજન કૉમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) મૉડમાં કરવામાં આવશે. આ પરીક્ષા કેટલાક તબક્કામાં આયોજિત કરવામાં આવશે. ઉમેદવારોને તેના તેમના પરીક્ષા શહેર અને તારીખ (RRB Group D Exam City Date)ની જાણકારી 9 ઓગસ્ટે મળશે. તમામ આરઆરબી સાઇટ્સ પર સવારે 10 વાગ્યાથી પરીક્ષા સિટી તથાડેટ ચેક કરવાની લિન્ક એક્ટિવ કરી દેવામાં આવશે.
વળી, એસસી તથા એસટી વર્ગના અભ્યાર્થી 9 ઓગસ્ટ સવારે 10 વાગ્યાથી પોતાની ટ્રાવેલ ઓથોરિટી પણ ડાઉનલૉડ કરી શકશે. ઉમેદવાર એડમિટ કાર્ડ પરીક્ષા તારીખથી ચાર દિવસ પહેલા ડાઉનલૉડ કરી શકશે. જે ઉમેદવારોને 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષામાં સામેલ થવાનુ છે, તે 13 ઓગસ્ટે પોતાનુ પ્રવેશપત્ર ડાઉનલૉડ કરી શકશે
આટલા ઉમેદવારોએ કરી છે અરજી -
રેલવે દ્વારા કહેવામાં આવ્યુ છે કે રેલવે ગૃપ ડી (Railway Group D)ના ઉમેદવારોનુ પરીક્ષા કેન્દ્ર આ વખતે બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશન થશે. એટલા માટે તેમને પોતાનુ ઓરિજિનલ આધાર કાર્ડ લઇને કેન્દ્ર પર પહોંચવુ પડશે.
ઉલ્લેખનીય છે કે રેલવે ગૃપ ડી ભરતી પરીક્ષા દ્વારા ગૃપ ડીમાં 1.03 લાખ પદો પર ભરતી થવાની છે. આ પદો પર ભરતી માટે લગભગ 1 કરોડ 15 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત
Education Loan Information:
Calculate Education Loan EMI