ગાંધીનગરઃ રાજ્યમા ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, વડોદરા, સુરત, નર્મદા, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર, અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી છૂટા છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોણા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જેતપુરમાં બે કલાકમાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. આઠ દિવસના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે કપાસ, મગફળી અને કઠોળ સહિતના પાકને ફાયદો થશે. આ સાથે જ ઉપલેટા તાલુકાના ગઢાળા, હાથીજડીયા,મોજીલા અને સેવંત્રા જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરમાં પણ વરસાદ નોંધાયો હતો. શહેરમાં ભવનાથ, રાધાકૃષ્ણ નગર કૈલાશ બાગ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો હતો.
Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું